Gujarat Plus
Breaking News
તાજા સમાચારસ્પોર્ટ્સ

IPL 2026: ઈડન ગાર્ડન્સમાં વૈભવ સૂર્યવંશીનું તોફાન, KKR સામે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી જીત્યું ચાહકોનું દિલ

IPL 2026: ઈડન ગાર્ડન્સમાં વૈભવ સૂર્યવંશીનું તોફાન, KKR સામે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી જીત્યું ચાહકોનું દિલ

રાજસ્થાન રોયલ્સના યુવા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર આઈપીએલ 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગનો નમૂનો પેશ કર્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમાયેલી મેચમાં વૈભવે પોતાની આક્રમક રમતથી ઈડન ગાર્ડન્સના મેદાનમાં સનસનાટી મચાવી દીધી હતી.

મેચની હાઈલાઈટ્સ:

  • વૈભવ ની ઈનિંગ: માત્ર 28 બોલમાં 46 રન ફટકાર્યા.

  • સ્ટ્રાઈક રેટ: 164.28ની આક્રમક ગતિએ રન બનાવ્યા.

  • બાઉન્ડ્રી: પોતાની ઈનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 2 શાનદાર છગ્ગા ફટકાર્યા.

  • કોણે લીધી વિકેટ? KKRના અનુભવી સ્પિનર વરુણ ચક્રવર્તીએ તેને આઉટ કર્યો.

IPL 2026 માં શાનદાર ફોર્મ

વૈભવ સૂર્યવંશી આ સિઝનમાં ગજબના લયમાં જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં તેણે 246 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો પણ સમાવેશ થાય છે. તેની સૌથી શ્રેષ્ઠ ઈનિંગ RCB સામે રહી હતી, જેમાં તેણે માત્ર 26 બોલમાં 78 રન બનાવ્યા હતા.

વૈભવની આ સિઝનની સફર:

વિરોધી ટીમ રન (બોલ)
CSK 52 (17)
GT 31 (18)
MI 39 (14)
RCB 78 (26)
KKR 46 (28)

યુવા વૈભવે અત્યાર સુધીમાં કુલ 13 IPL મેચ રમી છે, જેમાં તેણે 37.67ની એવરેજથી 498 રન બનાવ્યા છે. તેના નામે આ લીગમાં એક સદી અને ત્રણ અડધી સદી નોંધાયેલી છે. તેની રમત જોતા સ્પષ્ટ છે કે તે આગામી સમયમાં ભારતીય ક્રિકેટનો મોટો સ્ટાર બની શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

US-Iran War: મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પની હોર્મુઝ પર નાકાબંધીની તૈયારી, નેતન્યાહુએ આપી સીઝફાયર ખતમ થવાની ચેતવણી

praxpatel

બિગ બોસ 18 ફેમ રજત દલાલે ગુપ્ત રીતે કર્યા લગ્ન, નદી કિનારે લીધા ફેરા, જુઓ ‘ડ્રીમી વેડિંગ’ના ફોટા

praxpatel

કિમ જોંગ ઉનનો હુંકાર: ‘ઈરાન પર હુમલાએ સાબિત કર્યું કે પરમાણુ હથિયાર રાખવાનો અમારો નિર્ણય સાચો હતો’

praxpatel