Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ, કચ્છમાં હીટવેવનું એલર્ટ

ગુજરાત ગરમી, હીટવેવ એલર્ટ, રાજકોટ તાપમાન, હવામાન વિભાગ આગાહી, Gujarat Heatwave, Kutch Yellow Alert, Weather Update Gujarat.

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતા જ સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં (ગરમી નો) તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગે કચ્છમાં હીટવેવનું યેલો એલર્ટ જાહેર કર્યું છે.

રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં ગરમી એ માઝા મૂકી છે. આજે રાજકોટમાં તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બપોરના સમયે રસ્તાઓ પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય શહેરોની સ્થિતિ

રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં પણ કાળઝાળ ગરમી નો અનુભવ થઈ રહ્યો છે:

  • અમદાવાદ: 40.7 ડિગ્રી

  • ગાંધીનગર: 40.2 ડિગ્રી

  • સુરેન્દ્રનગર અને ભુજ: 40 ડિગ્રીની આસપાસ

કચ્છમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. ઉકળાટ અને ગરમ પવનોને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે તબીબી સલાહ આપવામાં આવી છે.

હજુ ગરમી વધશે?

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4-5 દિવસ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. ઉત્તર-પશ્ચિમના ગરમ પવનોને લીધે તાપમાન હજુ 1 થી 2 ડિગ્રી વધી શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

UAE ની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી: ‘યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીંતર ડોલર છોડી યુઆન અપનાવીશું’

praxpatel

ખેડૂતો માટે ખુશખબર: રવિ પાક માટે 30 એપ્રિલ સુધી મળશે કેનાલનું પાણી, જાણો સરકારનો મહત્વનો નિર્ણય

praxpatel

Expaliner: ટ્રમ્પ 150 દિવસ જ 10% ટેરિફ વસૂલી શકે, અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમેરિકા પાસે શું વિકલ્પ છે, જાણો સરળ શબ્દોમાં

ANIL PATEL