આજના સમયમાં ફિલ્મો અને વેબ સિરીઝ જોવા માટે OTT પ્લેટફોર્મ ખૂબ લોકપ્રિય છે. પરંતુ ઘણીવાર લોકો નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ કે ડિઝની પ્લસ હોટસ્ટારના મોંઘા સબસ્ક્રિપ્શનથી બચવા માટે ‘ફ્રી’ રસ્તાઓ શોધતા હોય છે. તમારી આ એક ભૂલ તમને લાખો રૂપિયામાં પડી શકે છે.
કેવી રીતે થાય છે OTT ફ્રોડ?
ઠગબાજો લોકોને ફસાવવા માટે મુખ્યત્વે બે રસ્તાઓ અપનાવે છે:
1. APK ફાઇલ્સ દ્વારા ઠગાઈ: ઘણા લોકો ગૂગલ પ્લે સ્ટોરના બદલે થર્ડ પાર્ટી વેબસાઇટ્સ પરથી OTT પ્લેટફોર્મની ‘ક્રેક’ કે ‘મોડ’ (APK) ફાઇલ્સ ડાઉનલોડ કરે છે. આ એપ્સ ફ્રીમાં કન્ટેન્ટ આપવાનો દાવો કરે છે, પરંતુ તેની પાછળ ખતરનાક વાયરસ હોઈ શકે છે. આ એપ ઇન્સ્ટોલ કરતાની સાથે જ તમારા ફોનનો તમામ ડેટા અને બેંકિંગ વિગતો હેકર્સ પાસે પહોંચી જાય છે.
2. અજાણી લિંક્સ મોકલીને: વોટ્સએપ, ટેલિગ્રામ કે એસએમએસ દ્વારા તમને લિંક મોકલવામાં આવે છે, જેમાં લખ્યું હોય છે કે “આ લિંક પર ક્લિક કરો અને એક વર્ષ માટે ફ્રી OTT મેળવો.” જેવી તમે લિંક પર ક્લિક કરો છો, તમારો ફોન હેક થઈ શકે છે અથવા તમારી પાસેથી અંગત વિગતો ભરાવીને એકાઉન્ટ ખાલી કરી દેવામાં આવે છે.
ઓનલાઈન ઠગાઈથી બચવા માટે શું કરવું?
-
ઓફિશિયલ એપનો જ ઉપયોગ કરો: હંમેશા ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પરથી જ સત્તાવાર એપ્લિકેશન ડાઉનલોડ કરો.
-
અજાણી લિંક્સથી દૂર રહો: સોશિયલ મીડિયા પર આવતી કોઈ પણ ‘ફ્રી સબસ્ક્રિપ્શન’ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
-
APK ફાઇલ ઇન્સ્ટોલ ન કરો: કોઈ પણ અનવેરિફાઈડ વેબસાઈટ પરથી APK ફાઈલ ડાઉનલોડ કરવી જોખમી છે.
-
સત્તાવાર રીતે સબસ્ક્રિપ્શન લો: કંપનીની સત્તાવાર વેબસાઈટ કે એપ પરથી જ પેમેન્ટ કરીને સબસ્ક્રિપ્શન લેવું સુરક્ષિત છે.
