Gujarat Plus
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત: હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકા વસૂલશે ‘ટોલ ટેક્સ’, દુનિયામાં મચ્યો ખળભળાટ

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત: હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકા વસૂલશે 'ટોલ ટેક્સ', દુનિયામાં મચ્યો ખળભળાટ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા ઈરાન સામેનું યુદ્ધ જીતી ગયું છે, અને હવે તેઓ હોર્મુઝ ની ખાડી (Strait of Hormuz) પર ટોલ ટેક્સ વસૂલશે.

“અમે વિજેતા છીએ, તો ટેક્સ કેમ ન લઈએ?”

ટ્રમ્પે આક્રમક રીતે કહ્યું કે, ઈરાનને બદલે હવે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલશે. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા હવે આ વિસ્તાર પર પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે. જોકે, નિષ્ણાતો માને છે કે આ માટે ત્યાં 100% સૈન્ય નિયંત્રણ મેળવવું મોટો પડકાર છે.

ઈરાનને પાયમાલ કરવાની ધમકી

ટ્રમ્પે ઈરાનને ખુલ્લું અલ્ટીમેટમ આપ્યું છે. જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી નહીં ખોલે, તો અમેરિકા ઈરાનના પુલ અને પાવર પ્લાન્ટ્સ જેવા પાયાના માળખાને તોડી પાડશે. ટ્રમ્પના મતે, કોઈપણ શાંતિ કરાર માટે આ જળમાર્ગને મુક્ત કરવો પ્રાથમિક શરત રહેશે.

ઈરાનનો વળતો પ્રહાર

બીજી તરફ, ઈરાને પણ નમતું જોખવાનો ઇનકાર કર્યો છે. ઈરાની સંસદે પહેલેથી જ જહાજો પાસેથી ટોલ વસૂલવાનો કાયદો પસાર કર્યો છે. ઈરાનના મતે, હોર્મુઝ ની સ્થિતિ હવે ક્યારેય જૂની જેવી નહીં રહે અને તેઓ પણ વસૂલાત ચાલુ રાખશે.

કેમ મહત્વની છે હોર્મુઝ ની ખાડી?

  • આ ખાડી વિશ્વની સૌથી મોટી ‘ઓઈલ લાઈફલાઈન’ ગણાય છે.

  • દુનિયાનું 20% તેલ અને ગેસ (LNG) આ સાંકડા માર્ગેથી પસાર થાય છે.

  • જો અમેરિકા અને ઈરાન વચ્ચે ટેક્સની લડાઈ વધશે, તો વૈશ્વિક તેલના ભાવ આસમાને પહોંચી શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

Bhooth Bangla Trailer: અક્ષય કુમારનો એ જ અંદાજ અને પ્રિયદર્શનનો જાદુ, ટ્રેલર જોઈને ‘ભૂલ ભુલૈયા’ યાદ આવી જશે

praxpatel

Gujrati સિનેમાનો ઈતિહાસ બદલનાર ફિલ્મ લાલો કૃષ્ણની OTT પર એન્ટ્રી, ડિજિટલ પ્લેટફોર્મ પર મચાવશે ધૂમ!

aminparmar

નાઇજીરિયામાં અજીબ કિસ્સો: 16 વર્ષનો કિશોર પોતાને 30 વર્ષનો બતાવીને સાંસદ બનવાની ફિરાકમાં હતો, આ રીતે ફૂટ્યો ભાંડો

praxpatel