Gujarat Plus
સ્પોર્ટ્સ

PSL 2026: પાકિસ્તાની સ્ટાર ખેલાડી ફખર ઝમાન પર 2 મેચનો પ્રતિબંધ, PCBએ લીધું કડક એક્શન

PSL 2026: પાકિસ્તાની સ્ટાર ખેલાડી ફખર ઝમાન પર 2 મેચનો પ્રતિબંધ, PCBએ લીધું કડક એક્શન

પાકિસ્તાન સુપર લીગ (PSL 2026) દરમિયાન લાહોર કલંદર અને કરાચી કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં આ ઘટના બની હતી. PCB ના જણાવ્યા અનુસાર, ફખર ઝમાને ટુર્નામેન્ટના આચાર સંહિતાના લેવલ-3 (આર્ટિકલ 2.14) નું ઉલ્લંઘન કર્યું છે, જે બોલ ટેમ્પરિંગ (ગ્રીંડ સાથે છેડછાડ) ની શ્રેણીમાં આવે છે.

લાહોર vs કરાચી મેચમાં શું થયું હતું?

29 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન અમ્પાયરોએ નોંધ્યું કે બોલ સાથે છેડછાડ કરવામાં આવી છે:

  • ઓન-ફિલ્ડ અમ્પાયરોએ લાહોરની ટીમ પર 5 રનની પેનલ્ટી લગાવી હતી.

  • અમ્પાયર શાહિદ સૈકત અને ફૈઝલ ખાન આફ્રિદીએ આ અંગે ફરિયાદ કરી હતી.

  • ફખર ઝમાને આરોપોનો ઇનકાર કર્યો હતો, પરંતુ શિસ્ત સમિતિની સુનાવણીમાં તેને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.

 ફખર ઝમાન એ કઈ મેચો ગુમાવવી પડશે?

મેચ રેફરી રોશન મહાનામાએ પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ ફખર ઝમાન પર મહત્તમ બે મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. આ કારણે તે નીચેની મેચો રમી શકશે નહીં:

  1. 3 એપ્રિલ: મુલ્તાન સુલ્તાન્સ સામેની મેચ (લાહોર)

  2. 9 એપ્રિલ: ઇસ્લામાબાદ યુનાઇટેડ સામેની મેચ (કરાચી)

લાહોર કલંદર માટે મોટો ઝટકો

ફખર ઝમાન લાહોર કલંદરનો મુખ્ય બેટ્સમેન છે અને તેની ગેરહાજરી ટીમને ભારે પડી શકે છે. PSL ના નિયમો મુજબ, ખેલાડી આ નિર્ણય વિરુદ્ધ 48 કલાકની અંદર ટેકનિકલ કમિટીમાં અપીલ કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ફખર અપીલ કરે છે કે નહીં.

સંબંધિત પોસ્ટ્સ

IPL 2026 પહેલા રિંકુ સિંહને મળી મોટી ભેટ: UP સરકારમાં બનશે મોટા અધિકારી, CM યોગી આપશે નિમણૂક પત્ર

praxpatel

KKR ની બોલિંગને ‘હલવો’ બનાવી દેશે હિટમેન!; રોહિત શર્મા માટે પૂર્વ પસંદગીકાર શ્રીકાંતનું વિસ્ફોટક નિવેદન

praxpatel

‘તેનો લેબ ટેસ્ટ કરાવો’: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની બેટિંગ જોઈ પાકિસ્તાની દિગ્ગજો ફાળ પડી!

praxpatel