Gujarat Plus
Breaking News
તાજા સમાચારસ્પોર્ટ્સ

કેમરૂન ગ્રીને બોલિંગ કેમ ન કરી? ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ KKR પર ફોડ્યો બોમ્બ, જાણો વિવાદનું અસલી કારણ

કેમરૂન ગ્રીને બોલિંગ કેમ ન કરી? ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ KKR પર ફોડ્યો બોમ્બ, જાણો વિવાદનું અસલી કારણ

IPL 2026 માં રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાયેલી મેચ બાદ એક નવો વિવાદ ઉભો થયો છે. KKR એ જે ખેલાડીને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, તે કેમરૂન ગ્રીને બોલિંગ ન કરતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ મેનેજમેન્ટ સામે આકરું વલણ અપનાવ્યું છે.

અજિંક્ય રહાણેના નિવેદનથી શરૂ થયો વિવાદ

મુંબઈ સામેની હાર બાદ જ્યારે KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેને પૂછવામાં આવ્યું કે ગ્રીને બોલિંગ કેમ ન કરી? ત્યારે રહાણેએ હાથ ઊંચા કરી દીધા હતા. રહાણેએ કહ્યું હતું કે, “ગ્રીન બોલિંગ કેમ નથી કરી રહ્યો તે જઈને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પૂછો.” રહાણેના આ પલ્લું ઝાટકતા નિવેદન બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હવે સ્પષ્ટતા કરી છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો કડક જવાબ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, KKR મેનેજમેન્ટ પાસે ગ્રીનની ઈજાની તમામ માહિતી પહેલેથી જ હતી.

  • ઈજાનું કારણ: કેમરૂન ગ્રીનને કમરના ભાગે (Lower Back) ઈજા થઈ છે.

  • રકિવરીનો સમય: ગ્રીન આગામી 10-12 દિવસ સુધી બોલિંગ કરી શકશે નહીં.

  • મેનેજમેન્ટની જાણકારી: CA ના જણાવ્યા મુજબ, KKR ને ગ્રીનની આ સ્થિતિ વિશે સંપૂર્ણ જાણકારી હોવા છતાં રહાણેનું નિવેદન આશ્ચર્યજનક છે.

ગ્રીનનો બોલિંગ ઈતિહાસ અને મોંઘી હરાજી

નોંધનીય છે કે કેમરૂન ગ્રીન આ સીઝનનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે. સપ્ટેમ્બર 2024 થી ઓક્ટોબર 2025 સુધી તેણે બોલિંગ કરી ન હતી. ટી20 વર્લ્ડ કપમાં પણ તે માંડ 19 બોલ ફેંકી શક્યો હતો. તેમ છતાં KKR એ તેના પર કરોડોનો જુગાર ખેલ્યો હતો.

મુંબઈ સામેની મેચમાં KKR એ 220 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હોવા છતાં તેમના બોલરો આ સ્કોર ડિફેન્ડ કરી શક્યા ન હતા, જેના કારણે ઓલરાઉન્ડર ગ્રીનની ખોટ ટીમને વર્તાઈ હતી.

સંબંધિત પોસ્ટ્સ

હાડકાં સુધી ઓગાળી નાખે તેવું ભયાનક હથિયાર: જાણો શું છે આ ‘સફેદ ફોસ્ફરસ’ બોમ્બ?

praxpatel

જવાબદારીથી છટકી રહી છે સરકાર: ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર

aminparmar

બાંગ્લાદેશની અમેરિકાને અપીલ: ‘ભારતની જેમ અમને પણ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા દો’

praxpatel