બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2026નો રોમાંચ શરૂ થાય તે પહેલા જ મોટો વિવાદ ઊભો થયો છે. ક્રિકેટના મેદાન પર ચોગ્ગા-છગ્ગા વાગે તે પહેલા કર્ણાટકની વિધાનસભામાં ટિકિટો માટે ‘રાજકીય બેટિંગ’ શરૂ થઈ ગઈ છે.
શું છે સમગ્ર વિવાદ?
RCB અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની ઓપનિંગ મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોએ ફ્રી VIP ટિકિટોની માંગણી કરી હતી. ધારાસભ્યોનો આક્ષેપ છે કે તેમને સામાન્ય જનતાની જેમ ઓનલાઈન ટિકિટ ખરીદવા માટે કહેવામાં આવ્યું હતું, જે તેમને મંજૂર નથી.
“અમે VIP છીએ. અમે સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઊભા રહીશું નહીં. અમારું સન્માન જળવાવું જોઈએ.” – વિજયાનંદ કાશપ્પનવરે (કોંગ્રેસ ધારાસભ્ય)
સ્પીકરની માંગ અને સરકારનો નિર્ણય
વિધાનસભા સ્પીકર યુ.ટી. ખાદરે દરેક ધારાસભ્ય માટે 4 VIP ટિકિટની માંગ કરી હતી. જોકે, ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે મધ્યસ્થી કરી છે:
-
મોટાભાગની ટિકિટો વેચાઈ ગઈ હોવાથી 4 ટિકિટ આપવી શક્ય નથી.
-
હવે દરેક ધારાસભ્યને 2 VIP ટિકિટ આપવામાં આવશે.
-
ધારાસભ્યો માટે સ્ટેડિયમમાં એક ખાસ અલગ સ્ટેન્ડની વ્યવસ્થા કરાશે.
ધારાસભ્યોની ‘ધમકી’ અને લાઈસન્સનો મુદ્દો
ટિકિટ મેળવવા માટે રાજકારણીઓએ ક્રિકેટ એસોસિએશન (KSCA) પર દબાણ લાવવા નવી ચાલ ચાલી હતી. ભાજપના નેતા અશોકાએ પ્રશ્ન ઉઠાવ્યો કે ક્રિકેટ એસોસિએશન પાસે દારૂ (Excise) વેચવાનું લાઈસન્સ કેવી રીતે છે? આ ધમકી બાદ તંત્રમાં ફફડાટ ફેલાયો હતો.
તેજસ્વી સૂર્યાએ કાઢ્યા ઝાટકણી
જ્યાં એક તરફ નેતાઓ ફ્રી ટિકિટ માટે લડી રહ્યા છે, ત્યાં ભાજપના જ સાંસદ તેજસ્વી સૂર્યાએ આ વલણની ટીકા કરી છે. તેમણે કહ્યું કે રાજકીય વર્ગ સત્તાને જવાબદારી નહીં પણ હક સમજે છે તે દુખદ છે. તેમણે KSCA પ્રમુખ વેંકટેશ પ્રસાદને સમર્થન જાહેર કર્યું છે.
અંતે શું થયું?
અંતે, સરકાર અને KSCA વચ્ચે સમાધાન થયું છે. કર્ણાટકના 224 ધારાસભ્યો અને 28 સાંસદોને સ્ટેડિયમમાં VIP ટ્રીટમેન્ટ મળશે. સામાન્ય જનતા ભલે લાઈનમાં ઉભી રહે, પણ નેતાઓ માટે ‘ખાસ’ વ્યવસ્થા પાકી થઈ ગઈ છે.
