Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અજીબ ચોર: એક્ટિવામાં પેટ્રોલ પૂરું થાય એટલે રસ્તામાં છોડી દેતો, 14 ચોરીના ગુના ઉકેલાયા

મદાવાદનો અનોખો ચોર: પેટ્રોલ પૂરું થાય એટલે એક્ટિવા રસ્તામાં છોડી દેતો, જાણો કેવી રીતે ઝડપાયો

અમદાવાદ શહેરમાં વાહન ચોરીના કિસ્સાઓ તો અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ ઝોન-5 LCB એ એક એવા ચોરને ઝડપી પાડ્યો છે જેની ચોરી કરવાની પદ્ધતિ જાણીને પોલીસ પણ ચકિત થઈ ગઈ છે. આ આરોપી એક્ટિવા ચોરતો હતો, પણ તેને વેચવા માટે નહીં!

માત્ર મુસાફરી કરવા માટે કરતો ચોરી

ઝોન-5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આરોપીનું નામ વિકાસ ત્રિવેદી છે. તેની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે:

  • ટાર્ગેટ: આરોપી ખાસ કરીને મેટ્રો સ્ટેશન નીચે પાર્ક કરેલા એક્ટિવાને નિશાન બનાવતો હતો.

  • પદ્ધતિ: લોખંડના સળિયા વડે એક્ટિવાનું લોક તોડી નાખતો હતો.

  • અનોખું કારણ: તે વાહન વેચવા માટે નહીં પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચોરતો હતો.

  • પેટ્રોલ પૂરું તો એક્ટિવા પૂરું: જ્યારે એક્ટિવામાં પેટ્રોલ પૂરું થઈ જાય, ત્યારે તે વાહનને બ્રિજ નીચે કે અવાવરુ જગ્યાએ છોડી દેતો અને નવું વાહન ચોરતો હતો.

CCTV ફૂટેજથી ઝડપાયો રીઢો ગુનેગાર

અમરાઈવાડી મેટ્રો સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસતા પોલીસને આ આરોપીની કડી મળી હતી. વિકાસ ત્રિવેદી અગાઉ પણ વાહન ચોરીના 8 અને લૂંટના 1 ગુનામાં સંડોવાયેલો છે. પોલીસની આ કાર્યવાહીથી અમદાવાદના 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા 14 જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

પોલીસે અત્યાર સુધીમાં કુલ 14 એક્ટિવા રિકવર કર્યા છે અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. મેટ્રો સ્ટેશન પર વાહન પાર્ક કરતા વાહનચાલકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.

સંબંધિત પોસ્ટ્સ

પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતશે તો કોણ બનશે CM? અમિત શાહે કરી મોટી જાહેરાત

praxpatel

લખનૌના 50 કરોડ પાણીમાં? પંત અને પૂરનનું ખરાબ ફોર્મ LSG માટે ચિંતાનો વિષય

praxpatel

સલમાન ખાન સાથે જોડી જમાવશે સાઉથની ‘લેડી સુપરસ્ટાર’, શાહરૂખ સાથે આપી ચૂકી છે ₹1000 કરોડની ફિલ્મ

praxpatel