Gujarat Plus
Breaking News
અન્યગુજરાતતાજા સમાચાર

નિયમો ભંગ કરનાર વાહન ચાલકો સામે થશે કાર્યવાહી

નિયમો ભંગ કરનાર વાહન ચાલકો સામે થશે કાર્યવાહી

જો આજથી તમે હેલ્મેટ વિના, નંબર પ્લેટ વિનાની ગાડી, કાળા કાચવાળી ગાડી અથવા રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય તો પોલીસ તમારી સામે કાર્યવાહી કરશે, કારણ કે આજ(25 ફેબ્રુઆરી)થી 10 માર્ચ સુધી રાજ્યમાં માર્ગ અકસ્માત ઘટાડવા માટે ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવા માટે રાજ્ય પોલીસ વડા કે.એલ.એન.રાવ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાને સૂચના આપવામાં આવી છે. જેથી આજથી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો રોડ ઉપર ઉતરી ટ્રાફિકના નિયમોના ભંગ કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરશે.

25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ખાસ ડ્રાઇવ
રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસવડાને પત્ર લખીને જાણ કરી છે કે રાજય ખાતે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. રાજ્ય પોલીસ વડા દ્વારા ‘નંબર પ્લેટ વિનાની અને કાળા કાચવાળી ગાડીઓ સામે તેમજ ટ્રાફિકના વિવિધ નિયમો જેવા કે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ, પેસેન્જર વાહનોમાં પરમિટ કરતાં વધુ પેસેન્જરો બેસાડવા, ડ્રીંક એન્ડ ડ્રાઈવ સહિત અલગ અલગ નિયમો બદલ કાર્યવાહી કરવા જણાવ્યું છે.

અકસ્માતોની સંખ્યામાં ગતવર્ષની સરખામણીએ આ વર્ષે વધારો
ટ્રાફિક નિયમના ભંગ બદલ કાનુની કાર્યવાહી કરવા સમયાંતરે ખાસ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન શહેર/જીલ્લાઓ ખાતે કરવામાં આવે છે તેમ છતાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ગતવર્ષની સરખામણીએ આ વર્ષે વધારો થયાનું ધ્યાનમાં આવ્યું છે, જે અકસ્માતમાં અંકુશ લાવવા માટે મોટર વાહન અધિનિયમ હેઠળની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે શહેર/જીલ્લા ખાતે ખાસ ઝુંબેશ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા કરવામાં આવેલી ડ્રાઇવ દરમ્યાન રોજે-રોજ કરેલી કામગીરીની વિગતો નિયત પત્રકમાં તારીખ વાઇઝ તૈયાર કરી રાજ્ય પોલીસ વડાની કચેરીને ઇ-મેઇલથી મોકલી આપવા જણાવ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

બોક્સ ઓફિસ યુદ્ધ: ‘ધુરંધર 2’ ના તોફાન વચ્ચે આ સાઉથ ફિલ્મે મચાવી ધૂમ, 3 જ દિવસમાં બજેટ કરતા બમણી કમાણી

praxpatel

ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં ભાજપની ‘નો રિપીટ થિયરી’: 4 નવા ઉમેદવારોના નામ જાહેર

praxpatel

હાટકેશ્વર સર્કલ પાસે પાઈપલાઈનમાં મોટું ભંગાણ, રહીશો ત્રાહિમામ્

Maheriya Nirali