“સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું” ઉર્જા મંત્રીના આવા નિવેદન પર AAP નેતા ઈસુદાન ગઢવીનો વળતો પ્રહાર
અમને ખબર છે તમે કંપનીના દલાલો છો, પ્રજાનું વિચારતા નથી: ઈસુદાન ગઢવી
પહેલા પરિપત્ર બહાર પાડો, પછી તમામ ભાજપના નેતાઓના ઘરે અને કમલમ સ્માર્ટ મીટર લગાવો: ઈસુદાન ગઢવી
સ્માર્ટ મીટર એ ભાજપ અને ગુજરાત સરકારનું ષડયંત્ર: ઈસુદાન ગઢવી
જનતા જાણી લે કે, એવો કોઈ પરિપત્ર નથી કે “સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું”, જો કોઈ સ્માર્ટ મીટર લગાવવા આવે તો તમે તેનો વિરોધ કરી શકો છો: ઈસુદાન ગઢવી
સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સેંકડો લોકોના લાઈટ બિલ વધારે આવ્યા: ઈસુદાન ગઢવી
જનતાને અપીલ કે જો તમારે સ્માર્ટ મીટર ન લગાડવા દેવા હોય તો આ વખતની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને ભગાડો: ઈસુદાન ગઢવી
સ્માર્ટ મીટરથી બચવું હોય તો એક પણ વ્યક્તિ ભાજપને વોટ આપે નહીં: ઈસુદાન ગઢવી
જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા-મહાનગરપાલિકામાં ભાજપ જીતી તો બીજા જ દિવસથી સ્માર્ટ મીટર લોકોના ઘરે લગાવવામાં આવશે અને લૂંટ ચલાવવામાં આવશે: ઈસુદાન ગઢવી
જેણે પણ સ્માર્ટ મીટર ન જોઈતું હોય, એ AAPનો સંપર્ક કરે: ઈસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
“સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું” ઉર્જા મંત્રીના આવા નિવેદન પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે કે “ગમે તે કરી લો, સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું.” અમને ખબર છે તમે કંપનીઓના દલાલો છો, પ્રજાનું ક્યારેય વિચારતા નથી. તમે એવું કહો છો કે “ભ્રમણા ફેલાવે છે”, પરંતુ એવા સેંકડો લોકો છે કે જેના બિલ વધારે આવ્યા છે. અત્યારે બે મહિના વાપર્યા પછી લાઇટ બિલ ભરીએ છીએ. છ મહિના પછી તમે સ્માર્ટ મીટર લગાવીને કહેશો કે “હવે એડવાન્સવાળું પ્રિપેઇડ લેવુ પડશે, તો જ સ્માર્ટ મીટર ચાલશે, નહિતર લાઇટ જતી રહેશે.” એવા કેટલાય પરિવારો છે કે જેની પાસે લાઇટ બિલ ભરવાના પણ પૈસા નથી. આ કરવા માટે તમે સત્તા પર આવ્યા છો? જેની પાસે અગાઉથી જ મીટર છે, તેના પ્રજાએ પૈસા ચૂકવી દીધા છે અને હવે સ્માર્ટ મીટર લાવશો અને તેના પણ રૂપિયા લેશો? તમે કંપનીઓ માટે કેટલી હદે નીચે જશો? કંપનીઓએ તમારી સાથે શું ડીલ કરી છે તે ભગવાન જાણે, પરંતુ પ્રજા નથી ઈચ્છતી કે સ્માર્ટ મીટર લાગે.
વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હું જનતાને કહેવા માગું છું કે એવો કોઈ પરિપત્ર નથી કે “સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું.” તમારે ત્યાં ફરજિયાત લગાવતા હોય તો તમે વિરોધ કરી શકો છો કે “આપણે સ્માર્ટ મીટર નહીં લગાડવા દઈએ.” આમ આદમી પાર્ટીને જ્યાં પણ કહેશો ત્યાં સ્માર્ટ મીટરની લડાઈમાં તમારી સાથે રહીશું. ઘણી જગ્યાએ સ્માર્ટ મીટર લગાડીને પછી ગ્રાહકોને કહેવામાં આવે છે કે “તમારે ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા છે.” જ્યારે ગ્રાહક કહે છે કે “અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા.” ત્યારે કહે છે કે “જૂના મીટર અમારી પાસે નથી.” આ ભાજપનું અને ગુજરાત સરકારનું ષડયંત્ર છે. આ માત્ર ગુજરાતમાં જ નહીં આખા ભારતમાં એક કંપનીની દલાલી કરવામાં આવી રહી છે. સ્માર્ટ મીટર લગાવીને પછી એડવાન્સ લે એટલે હજારો કરોડો રૂપિયા આપણા ડિપોઝિટના લઈ લેશે, પછી પ્રિપેઈડ કરી નાખશે, પછી કઈ રીતે બિલ આવે છે તે આપણે સૌ જાણીએ છીએ.
