Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

સુરત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દરવાજો ખખડાવવા જેવી નજીવી બાબતે કંડક્ટરની હત્યા કરનાર સ્કૂલ બસ ડ્રાઈવરને આજીવન કેદની સજા!

સુરત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દરવાજો ખખડાવવા જેવી નજીવી બાબતે કંડક્ટરની હત્યા કરનાર સ્કૂલ બસ ડ્રાઈવરને આજીવન કેદની સજા!
સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી આશાદીપ વિદ્યાલયના બસ કંડક્ટરની હત્યા કરવાના ચકચારી કેસમાં સુરત સેશન્સ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી બસ ડ્રાઈવર સુહિલ ઉર્ફે સુશીલ સુબેદાર સિંગને હત્યાના ગુનામાં દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. સરકારી વકીલની ધારદાર દલીલો અને પોલીસે એકત્ર કરેલા નક્કર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આ કડક સજાનો હુકમ કર્યો હતો.

દરવાજો ખખડાવવા જેવી સામાન્ય બાબતે થયો હતો વિવાદ

ઘટનાની વિગતો મુજબ, સરથાણા સીમાડા નાકા પાસે આવેલા બસ પાર્કિંગના રૂમમાં સ્કૂલ બસ ડ્રાઈવર સુહિલ સિંગ રહેતો હતો. ગત ૧૫ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ મોડી રાત્રે ૧ વાગ્યા પહેલાં સુહિલ રૂમમાં સૂતો હતો, તે સમયે બસ કંડક્ટર કલ્પેશકુમાર ઉપાધ્યાયે આવીને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખોલવામાં વિલંબ થતાં કલ્પેશકુમારે ઉશ્કેરાઈને ગાળો આપી હતી.

ધાતુના સળિયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો

ગાળો સાંભળીને આવેશમાં આવી ગયેલા ડ્રાઈવર સુહિલ સિંગે રૂમનો દરવાજો ખોલીને ધાતુના સળિયા વડે કંડક્ટર કલ્પેશકુમાર પર જીવલેણ હુમલો કર્યો હતો. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા કલ્પેશકુમારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

APP ભરતસિંહ ચાવડાની દલીલો બાદ કોર્ટે સંભળાવી આજીવન કેદ

આ હત્યા બાદ સરથાણા પોલીસે ગુનો નોંધીને આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સુનાવણી દરમિયાન મદદનીશ સરકારી વકીલ (APP) ભરતસિંહ ચાવડા દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટે આરોપી સુહિલ સિંગને આજીવન કેદની સજા ફટકારી હતી.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ રથયાત્રા 2026: સરસપુરમાં મામેરું ભરાયું, ભગવાન પ્રેમ દરવાજા તરફ રવાના

praxpatel

ભારતમાં ગરમીનો હાહાકાર: દર 4 માંથી 3 ભારતીયો પર ખતરો, શું ‘સાયલન્ટ કિલર’ બની રહ્યું છે વધતું તાપમાન?

praxpatel

ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર બોગસ પાસપોર્ટ લઈને 6 દેશો ફરી આવ્યો: ગુજરાત ATSએ ગાળિયો કસ્યો

praxpatel