Gujarat Plus
ગુજરાતતાજા સમાચારરાષ્ટ્રીય

LPG નવો નિયમ: હવે OTP વગર નહીં મળે ગેસ સિલિન્ડર, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો?

LPG નવો નિયમ: હવે OTP વગર નહીં મળે ગેસ સિલિન્ડર, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો?

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને દેશમાં LPG ની અછત વચ્ચે કેન્દ્ર સરકારે ગેસ વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી ગ્રાહકોએ ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતી વખતે OTP (One Time Password) આપવો ફરજિયાત રહેશે. જો તમે ડિલિવરી બોયને OTP નહીં આપો, તો તમને સિલિન્ડર મળશે નહીં.

શું છે આ નવો નિયમ?

નવા નિયમ મુજબ, જ્યારે ગેસ એજન્સીનો કર્મચારી તમારા ઘરે સિલિન્ડર લઈને આવશે, ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.

  • આ OTP ને Delivery Authentication Code (DAC) કહેવામાં આવે છે.

  • ગ્રાહકે આ કોડ કર્મચારીને જણાવવો પડશે.

  • કર્મચારી પોતાના મશીનમાં આ કોડ નાખશે, ત્યારબાદ જ ડિલિવરીની પ્રક્રિયા પૂર્ણ ગણાશે.

  • દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં આ સિસ્ટમ શરૂ થઈ ગઈ છે અને હવે તે દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે.

શા માટે લાગુ કરાયો આ નિયમ?

સરકારે આ કડક નિયમ પાછળ મુખ્યત્વે ત્રણ કારણો દર્શાવ્યા છે:

  1. કાળાબજાર રોકવા: ઘણા કિસ્સામાં કર્મચારીઓ ગ્રાહકને ડિલિવરી આપ્યા વગર જ ચોપડે ડિલિવરી બતાવી દેતા હતા અને સિલિન્ડર બ્લેકમાં વેચી દેતા હતા.

  2. ફેક ડિલિવરી: ખોટા નામે ગેસ બુકિંગ કરાવીને થતી છેતરપિંડી અટકાવવા.

  3. સચોટ ટ્રેકિંગ: LPG  ગેસ સિલિન્ડર ખરેખર સાચા ગ્રાહક સુધી પહોંચ્યો છે કે નહીં તેની ખાતરી કરવા માટે.

સામાન્ય ગ્રાહકોને શું ફાયદો થશે?

આ સિસ્ટમથી ગ્રાહકોને સીધો ફાયદો થશે. હવે ગેસ એજન્સીના કર્મચારીઓ મનમાની કરી શકશે નહીં. જ્યાં સુધી ગ્રાહક OTP નહીં આપે ત્યાં સુધી ડિલિવરી ‘સફળ’ ગણાશે નહીં. આનાથી ગેસની ચોરી અટકશે અને જરૂરિયાતમંદ લોકોને સમયસર રાંધણ ગેસ મળી રહેશે.

સંબંધિત પોસ્ટ્સ

ઇબોલા વાયરસને લઈને WHO એ જાહેર કરી હેલ્થ ઇમરજન્સી, જાણો ભારતની કેવી છે તૈયારીઓ

praxpatel

ગ્રાહકોને જલસા! હવે ‘માત્ર વોઈસ કોલ’ માટેના સસ્તા પ્લાન આવશે, TRAIનો નવો આદેશ

praxpatel

ધોળકામાં માટી માફિયાઓ બેફામ: ખેડૂતની જાણ બહાર 8 વીઘા જમીન ખોદી 50,000 ઘનમીટર માટીની ચોરી

praxpatel