Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

પત્નીનું માથું કાપી ફ્રિજમાં સંતાડનાર હત્યારા પતિનું મોત: મેડિકલ તપાસ માટે લઈ જતી વખતે પોલીસ વાનમાંથી કૂદકો માર્યો

guwahati

guwahati : આસામના ગુવાહાટીમાં પોતાની પત્નીની કરપીણ હત્યા કરી તેનું માથું પ્લાસ્ટિકમાં લપેટી ફ્રિજમાં મૂકનારા આરોપી રામાનુજ ગોસ્વામી નું મોત નીપજ્યું છે. પોલીસ કસ્ટડી દરમિયાન મેડિકલ તપાસ માટે લઈ જતી વખતે આરોપીએ ચાલુ પોલીસ વાનમાંથી જોરદાર કૂદકો માર્યો હતો, જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આરોપીના 7 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા હોવાથી તેને સોમવારે કોર્ટમાં રજૂ કરવાનો હતો, તે પહેલાં જ આ ઘટના બની હતી.

ચાલુ પોલીસ વાનમાંથી છલાંગ લગાવી

  • મેડિકલ તપાસ દરમિયાન ઘટના: આરોપી રામાનુજ ગોસ્વામીને ગૌહાટી મેડિકલ કોલેજ ખાતે નિયમિત મેડિકલ તપાસ માટે પોલીસ વાનમાં લઈ જવામાં આવી રહ્યો હતો.

  • ગંભીર ઈજાઓ: રસ્તામાં તેણે અચાનક ચાલુ વાનમાંથી બહાર છલાંગ લગાવી દીધી હતી, જેનાથી રસ્તા પર પટકાતાં તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

  • ગુનાની કબૂલાત: આ અગાઉ કોર્ટ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા તેણે અસમિયા ભાષામાં ખુલ્લેઆમ કબૂલાત કરી હતી કે પત્નીની હત્યા તેણે પોતે જ કરી છે અને તેને આ કૃત્યનો કોઈ પસ્તાવો નથી.

માત્ર એક વર્ષ પહેલાં થયા હતા લગ્ન: હત્યાની ભયાનક વિગતો

  • સંબંધો પર શંકા: રિયા અને રામાનુજના લગ્ન ગયા વર્ષે જ થયા હતા. રામાનુજ વ્યવસાયે કેબ ચલાવતો હતો અને નશાની લતનો શિકાર હતો. તેને પત્નીના આડા સંબંધો હોવાની શંકા હતી.

  • ૩ સપ્ટેમ્બરની રાત્રે હત્યા: બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. 3 સપ્ટેમ્બરે ઉગ્ર બોલાચાલી બાદ તેણે ધારદાર મોટા ચપ્પુ (સ્થાનિક ભાષામાં ‘દોઓ’) વડે પત્નીનું ગળું કાપી હત્યા કરી નાખી હતી.

  • ફ્રિજમાં માથું સંતાડ્યું: હત્યા બાદ તેણે લોહીથી લથબથ ધડ જમીન પર જ છોડી દીધું હતું અને માથું પ્લાસ્ટિકની થેલીમાં લપેટી ફ્રિજમાં મૂકીને ફરાર થઈ ગયો હતો.

  • દુર્ગંધ ફેલાતાં ભાંડો ફૂટ્યો: બંધ મકાનમાંથી અતિશય દુર્ગંધ આવવા લાગતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી, જેના આધારે ઘરમાં પ્રવેશતાં જ ભયાનક દ્રશ્યો સામે આવ્યા હતા.

‘જેલમાંથી આવી સુગર ડેડીને પણ મારી નાખીશ’: પોલીસ સામે આપી હતી ધમકી

હત્યાના બીજા જ દિવસે આરોપીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. પોલીસ કસ્ટડી દરમિયાન તેણે બેફામ નિવેદનો આપતાં કહ્યું હતું કે, “મેં જે કર્યું છે તે ઘણું વિચારી-સમજીને કર્યું છે અને તેના માટે ક્યારેય માફી નહીં માંગુ. જેલમાંથી છૂટ્યા પછી હું પત્નીના કથિત ‘સુગર ડેડી’નું પણ કતલ કરી નાખીશ.”

પોલીસે તપાસ દરમિયાન તેના ભાડાના મકાનમાંથી દારૂની ખાલી બોટલો અને હત્યામાં વપરાયેલું હથિયાર જપ્ત કર્યું હતું. નશાની આદતના કારણે તેની માનસિક સારવાર પણ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.

સંબંધિત પોસ્ટ્સ

ઇસ્તંબુલમાં ઇઝરાયેલી દૂતાવાસ પર અંધાધૂંધ ફાયરિંગ: બે હુમલાખોરો ઠાર, સમગ્ર વિસ્તાર સીલ

praxpatel

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં CEO પદ માટે 5 હજારથી વધુ અરજીઓ, ગૂગલ ફોર્મમાં પૂછાયા 32 પ્રશ્નો

praxpatel

ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર: જમીન વહેંચણી અને હક્ક કમી હવે થશે સસ્તી, જાણો નવા નિયમો

praxpatel