15મી ગુજરાત વિધાનસભા નું 3 દિવસીય ચોમાસુ સત્ર (નવમું સત્ર) માત્ર 18 કલાક અને 32 મિનિટની કામગીરી સાથે પૂર્ણ થયું છે. આ ટૂંકા સત્ર દરમિયાન કુલ 7 સરકારી વિધેયકો પસાર કરાયા હતા અને 182માંથી માત્ર 52 ધારાસભ્યોએ જ વિવિધ ચર્ચાઓમાં ભાગ લીધો હતો.
ડિસેમ્બર 2022થી સપ્ટેમ્બર 2026 દરમિયાન ગુજરાત વિધાનસભા ની કુલ 106 બેઠકો મળી છે, જે હિસાબે રાજ્યમાં વાર્ષિક સરેરાશ માત્ર 21 દિવસ જ વિધાનસભા ચાલે છે. વર્ષ દરમિયાન સૌથી વધુ બેઠકો યોજતા દેશના ટોચના 15 રાજ્યોની યાદીમાં પણ ગુજરાત સ્થાન મેળવી શક્યું નથી.
વર્ષ દરમિયાન સરેરાશ સૌથી વધુ બેઠક ધરાવતા રાજ્યો
ચોમાસુ સત્ર 2026ની મુખ્ય હાઈલાઈટ્સ
બંધારણ સમીક્ષા પંચની ભલામણોનું ઉલ્લંઘન
વર્ષ 2002માં દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) એમ.એન. વેંકટચલૈયાના વડપણ હેઠળના બંધારણ સમીક્ષા આયોગે સ્પષ્ટ ભલામણ કરી હતી:
-
મોટા રાજ્યો: વર્ષમાં ઓછામાં ઓછી 90 દિવસ વિધાનસભાની બેઠક મળવી જોઈએ.
-
નાના રાજ્યો: વર્ષમાં ઓછામાં ઓછા 50 દિવસ સત્ર ચાલવું અનિવાર્ય છે.
-
સંસદ: લોકસભામાં ઓછામાં ઓછા 120 દિવસ અને રાજ્યસભામાં 100 દિવસ કામગીરી થવી જોઈએ.
ગુજરાત મોટું રાજ્ય હોવા છતાં ભલામણ કરાયેલા 90 દિવસ સામે માત્ર 21 દિવસ જ ગૃહ મળે છે.
ઓછી બેઠકો પાછળના મુખ્ય કારણો
રાજકીય વિશ્લેષકો અને જાણકારોના મતે ઓછી બેઠકો પાછળ મુખ્યત્વે બે પરિબળો જવાબદાર છે:
-
રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ: જનતાના મહત્વના પ્રશ્નો, મોંઘવારી, બેરોજગારી અને પાયાની સુવિધાઓ અંગે ગૃહમાં ચર્ચા ટાળવાનો પ્રયાસ થાય છે.
-
પ્રચંડ બહુમતીની નિષ્ક્રિયતા: સત્તાપક્ષ પાસે બહુમતી કરતાં ઘણી વધુ બેઠકો હોવાથી ધારાસભ્યો બિલના ગહન અભ્યાસ કે ચર્ચામાં ઓછો રસ દાખવે છે, જેના કારણે પ્રજાના અવાજની રજૂઆત સીમિત બની રહી છે.
