Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

કોણ છે જનની ગણેશ? સાઉથના ટોચના પ્રોડ્યુસરની પુત્રીના શાહી લગ્નમાં ઉમટ્યા 2 મુખ્યમંત્રી અને મેગાસ્ટાર્સ

કોણ છે જનની ગણેશ? સાઉથના ટોચના પ્રોડ્યુસરની પુત્રીના શાહી લગ્નમાં ઉમટ્યા 2 મુખ્યમંત્રી અને મેગાસ્ટાર્સ

સાઉથ સિનેમાના જાણીતા નિર્માતા બાંડલા ગણેશની પુત્રી જનની ગણેશના હૈદરાબાદ ખાતે યોજાયેલા શાહી લગ્નમાં રાજકારણ અને સિનેમા જગતના દિગ્ગજો ઉમટી પડ્યા હતા. હૈદરાબાદના પ્રતિષ્ઠિત JRC કન્વેન્શન સેન્ટર ખાતે જનની અને સૂર્યા તેજા ચિલુકુરીના લગ્ન પરંપરાગત તેલુગુ રીતિ-રિવાજ મુજબ સંપન્ન થયા હતા. લાઈમલાઈટથી દૂર રહેતી જનની ગણેશના લગ્નની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

કોણ છે જનની ગણેશ અને સૂર્યા તેજા?

  • જનની ગણેશ: ટોલીવુડના મશહૂર એક્ટર અને પ્રોડ્યુસર બાંડલા ગણેશની પુત્રી છે. મીડિયાથી દૂર રહેતી જનની પોતાના ફેમિલી પ્રોડક્શન હાઉસ ‘પરમેશ્વર આર્ટ પ્રોડક્શન્સ’ના કારોબારમાં સક્રિય ભૂમિકા ભજવે છે.

  • સૂર્યા તેજા ચિલુકુરી: આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે અને સાદગીપૂર્ણ બેકગ્રાઉન્ડ ધરાવે છે.

બે મુખ્યમંત્રી અને ટોલીવુડ સુપરસ્ટાર્સની હાજરી: લગ્ન સમારોહમાં તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી, નાયબ મુખ્યમંત્રી તથા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ખાસ હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

સિનેમા જગતમાંથી મેગાસ્ટાર ચિરંજીવી, નાગાર્જુન અક્કીનેની, વેંકટેશ, નાગા ચૈતન્ય, શોભિતા ધુલિપાલા, પવન કલ્યાણના પત્ની અન્ના કોનિડેલા, નિર્દેશક ત્રિવિક્રમ શ્રીનિવાસ, અલ્લુ અરવિંદ, બ્રહ્માનંદમ, સુનીલ, અનિલ રવિપુડી, ગોપીચંદ, બેલ્લમકોંડા સાઈ શ્રીનિવાસ અને તેજા સજ્જા સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. (ખભાની સર્જરીના કારણે પવન કલ્યાણ પોતે હાજર રહી શક્યા નહોતા, પરંતુ તેમની પત્ની ઉપસ્થિત રહ્યા હતા).

સહાયક કલાકારથી ટોચના પ્રોડ્યુસર સુધીની સફર: બાંડલા ગણેશે 1996માં ‘વિનોદમ’ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી અને ‘માસ્ટર’ તથા ‘સુસ્વાગતમ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. 2009માં ‘આંજનેયુલુ’ ફિલ્મથી નિર્માતા બન્યા બાદ તેમણે પવન કલ્યાણ, જુનિયર એનટીઆર, અલ્લુ અર્જુન અને રામ ચરણ જેવા સુપરસ્ટાર્સ સાથે અનેક બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્માણ કર્યું છે.


સંબંધિત પોસ્ટ્સ

એક્ટર રોહિત ચંદેલ પર લાગ્યો ૧૬ વર્ષની સગીરાની છેડતીનો આરોપ, પોક્સો (POCSO) હેઠળ કેસ દાખલ કરી ધરપકડ

praxpatel

થલપતિ વિજયની જીતના જશ્નમાં સામેલ થઈ ‘લેડી લવ’? પત્ની સાથે અણબનાવ વચ્ચે તૃષાની એન્ટ્રીએ જગાવી ચર્ચા!

praxpatel

‘જિંદગી નર્ક બની શકે છે’, રજનીકાંતે યુવાઓને કેમ આપી આવી સલાહ? કહ્યું- નશાને કહો ‘ના’

praxpatel