Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

કચ્છ ડ્રગ્સ કેસ: ₹575 કરોડના હેરોઈન મામલે ભુજ કોર્ટનો મોટો ચુકાદો, 18 પાકિસ્તાની સહિત 19ને 20 વર્ષની જેલ

કચ્છ ડ્રગ્સ કેસ: ₹575 કરોડના હેરોઈન મામલે ભુજ કોર્ટનો મોટો ચુકાદો, 18 પાકિસ્તાની સહિત 19ને 20 વર્ષની જેલ

કચ્છ ની દરિયાઈ સરહદેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘૂસાડવાના કેસમાં ન્યાયતંત્રએ લાલ આંખ કરી છે. ભુજની સ્પેશિયલ NDPS કોર્ટે દેશની સુરક્ષા સાથે ચેડાં કરનારા ડ્રગ માફિયાઓને કડક સજા ફટકારી છે.

અદાલતે 18 પાકિસ્તાની અને 1 અફઘાની નાગરિક સહિત કુલ 19 આરોપીઓને 20-20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ સાથે જ તમામ ગુનેગારોને ₹2-2 લાખનો આર્થિક દંડ પણ કર્યો છે. ગુજરાત ATSએ અલગ-અલગ ત્રણ ઓપરેશન કરીને આશરે ₹575 કરોડનું હેરોઈન ઝડપ્યું હતું.

કોર્ટે ત્રણેય હાઈ-પ્રોફાઈલ કેસમાં સંભળાવી સજા

ભુજ સેશન્સ કોર્ટમાં આ ત્રણેય હાઈ-પ્રોફાઈલ કેસની સુનાવણી એક સાથે ચાલી હતી. કોર્ટે તમામ 19 વિદેશી નાગરિરોને NDPS એક્ટ હેઠળ દોષિત જાહેર કર્યા છે. કોર્ટે નોંધ્યું કે આ સજા અલગ-અલગ ભોગવવાની રહેશે. જોકે, પૂરતા પુરાવા ન મળવાના કારણે કોર્ટે બે શકમંદોને નિર્દોષ જાહેર કર્યા છે.

ચાલો જાણીએ ગુજરાત ATS દ્વારા ક્યારે અને કેટલું ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું.

1. વર્ષ 2020: ₹175 કરોડનું હેરોઈન ઝડપાયું

  • તારીખ: 6 જાન્યુઆરી 2020

  • ઓપરેશન: ગુજરાત ATSએ જખૌ નજીક દરિયામાં પાકિસ્તાની બોટ આંતરી હતી.

  • કાર્યવાહી: બોટમાંથી ₹175 કરોડનું હેરોઈન મળી આવ્યું હતું.

  • આરોપી: આ કેસમાં 4 પાકિસ્તાની ઘૂસણખોરો પકડાwindmillયા હતા. ટ્રાયલ દરમિયાન 1 આરોપીનું મોત થયું હતું.

2. વર્ષ 2021: 30 કિલો હેરોઈન સાથે 8 પાકિસ્તાની પકડાયા

  • તારીખ: 14 એપ્રિલ 2021

  • ઓપરેશન: જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ₹150 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું.

  • કાર્યવાહી: 30 કિલો હેરોઈન સાથે 8 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ થઈ.

  • વિગત: આ આરોપીઓ પાકિસ્તાનના હૈદરી બંદરથી ડ્રગ્સ લાવીને ભારતમાં સપ્લાય કરવા માગતા હતા.

3. વર્ષ 2022: સૌથી મોટો સપાટો, ₹250 કરોડનું ડ્રગ્સ જપ્ત

  • તારીખ: 8 ઓક્ટોબર 2022

  • ઓપરેશન: જખૌ દરિયા કિનારેથી ₹250 કરોડનું 50 કિલો હેરોઈન ઝડપાયું.

  • કાર્યવાહી: આ કેસમાં પાકિસ્તાનીઓ ઉપરાંત અફઘાનિસ્તાનનું કનેક્શન પણ ખુલ્યું હતું.

  • આરોપી: અફઘાનિસ્તાનના હેકમતુલ્લા નુરુલ્લાહ સહિત અન્ય 7 આરોપીઓ જેલભેગા થયા.

‘આ સામાન્ય ગુનો નથી, દેશ સામે મોટો પડકાર છે’: સ્પેશિયલ કોર્ટ

ચુકાદો આપતી વખતે સ્પેશિયલ અદાલતે દેશની આંતરિક સુરક્ષા અંગે ખૂબ જ ગંભીર ટિપ્પણી કરી હતી. ન્યાયાધીશે જણાવ્યું કે ભારતના યુવાધનને બરબાદ કરવાનું આ એક સુનિયોજિત કાવતરું હતું. ડ્રગ્સની આ બદી માત્ર વ્યક્તિગત નુકસાન નથી કરતી, પરંતુ દેશની સુરક્ષા સામે બહુ મોટો પડકાર ઊભો કરે છે. સરકારી વકીલે કોર્ટમાં મજબૂત સાક્ષીઓ અને પુરાવા રજૂ કરીને કડક સજાની માંગ કરી હતી.

સંબંધિત પોસ્ટ્સ

સોનાના ભાવમાં 10 વર્ષનો સૌથી મોટો કડાકો! ચાંદીની કિંમત પણ રેકોર્ડ હાઈથી અડધી, જાણો કારણો

praxpatel

RCBનો અતૂટ રેકોર્ડ: મુંબઈ કે ચેન્નાઈ નહીં, બેંગલુરુએ IPL ઈતિહાસમાં કરી બતાવ્યું આ પરાક્રમ!

praxpatel

અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિમાં 4 ગણો વધારો

praxpatel