Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

TMCમાં મોટું ભંગાણ: લોકસભામાં NDA 300 પાર, પરિસીમન અને મહિલા અનામત બિલનો રસ્તો સાફ!

TMCમાં મોટું ભંગાણ: લોકસભામાં NDA 300 પાર, પરિસીમન અને મહિલા અનામત બિલનો રસ્તો સાફ!

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે દિલ્હીની ગાદીને મજબૂત કરવા જઈ રહ્યો છે. આ રાજકીય ઉથલપાથલના કારણે સંસદમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ની સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે.

આ બદલાતા સમીકરણોને કારણે કેન્દ્ર સરકાર માટે આગામી સમયમાં પરિસીમન (Delimitation) અને મહિલા અનામત જેવા મહત્વપૂર્ણ બંધારણીય સુધારા બિલ પસાર કરાવવાનો રસ્તો સાવ સાફ થઈ ગયો છે.

ચોમાસુ સત્રમાં આવી શકે છે પરિસીમન બિલ

જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયામાં સંસદનું ચોમાસુ સત્ર (Monsoon Session) શરૂ થવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ફરી એકવાર પરિસીમન બિલ સંસદમાં રજૂ કરી શકે છે. અગાઉ એપ્રિલ મહિનામાં પૂરતી બહુમતી ન હોવાને કારણે આ બિલ અટકી ગયું હતું. તે સમયે સરકાર પાસે બે-તૃતીયાંશ () બહુમતી નહોતી.

TMCના 20 સાંસદો NDAના સમર્થનમાં?

લોકસભામાં હાલ ટીએમસી પાસે કુલ 29 સાંસદો છે. રાજકીય વર્તુળોમાં દાવો કરાઈ રહ્યો છે કે, કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં આશરે 20 સાંસદો અલગ જૂથ બનાવીને NDA સરકારને ટેકો આપી શકે છે.

લોકસભામાં બંધારણીય સુધારા માટે બે-તૃતીયાંશ બહુમતીનો આંકડો 362 થાય છે. ત્રણ બેઠકો ખાલી હોવાથી હાલ પ્રભાવી આંકડો 360 છે.

લોકસભાનું નવું ગણિત:

  • NDAનું વર્તમાન બળ: 293 સાંસદો

  • TMCના બળવાખોરો ઉમેરાતાં: 293 + 20 = 313 સાંસદો

DMK અને શિવસેના (UBT) પર પણ નજર

તમિલનાડુમાં કોંગ્રેસના પગલાંથી નારાજ DMK પણ કેટલાક ખાસ મુદ્દાઓ પર NDAને સમર્થન આપી શકે છે. જો DMKના 22 સાંસદો ઉમેરાય, તો આ સંખ્યા 335 પર પહોંચી જશે. આ સિવાય ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના 9 માંથી 6 સાંસદો પણ NDA તરફ આવી શકે છે, જેનાથી આંકડો 341 સુધી પહોંચશે. બાકી બચેલા મતોનું અંતર નાની પાર્ટીઓ અને અપક્ષો દ્વારા સરળતાથી પૂરું થઈ જશે.

રાજ્યસભામાં પણ સ્થિતિ મજબૂત

લોકસભા ઉપરાંત રાજ્યસભામાં પણ NDA બે-તૃતીયાંશ બહુમતીની ખૂબ નજીક છે. ઉપલા ગૃહમાં બહુમતી માટે 164 બેઠકોની જરૂર હોય છે. NDA પાસે અગાઉથી જ 150 કરતાં વધુ બેઠકો છે. તેથી આ મહત્વકાંક્ષી બિલો પસાર કરાવવામાં મોદી સરકારને કોઈ મોટી સમસ્યા નડશે નહીં.

<

સંબંધિત પોસ્ટ્સ

Ahmedabad Blood Plasma Scam: અમદાવાદમાં પકડાયેલું બ્લડ પ્લાઝમા નકલી અને જોખમી હોવાનો ખુલાસો, મહારાષ્ટ્ર સુધી કૌભાંડના તાર

praxpatel

જામનગરના મકરાણી સમાજના પ્રમુખ ઉપર મકાન ખાલી કરવાના પ્રશ્ને 4 શખ્સોનો હુમલો

ANIL PATEL

સોનાના દાગીના માટે નવો નિયમ: દરેક ઘરેણાને મળશે ‘યુનિક આઈડી’, છેતરપિંડી રોકવા કેન્દ્ર સરકારની કડક તૈયારી

praxpatel