Gujarat Plus
Breaking News
તાજા સમાચારબિઝનેસરાષ્ટ્રીય

બિહારમાં મળ્યો દુર્લભ ખનિજોનો ભંડાર, જમુઈમાં સોનું હોવાના સંકેત, ટૂંક સમયમાં હરાજી શરૂ થશે

બિહારમાં મળ્યો દુર્લભ ખનિજોનો અખાત ભંડાર, જમુઈમાં સોનું હોવાના સંકેત, ટૂંક સમયમાં હરાજી શરૂ થશે

પટના: બિહારમાં કુદરતી સંસાધનો અને દુર્લભ ખનિજ તત્વોનો મોટો ભંડાર મળી આવ્યો છે. બિહારના ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર મંત્રી પ્રમોદ કુમારે મંગળવારે આ અંગે સત્તાવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં મળેલા આ કિંમતી ખનિજોના વ્યાવસાયિક ખનન (Commercial Mining) ની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આવા મહત્વપૂર્ણ ખનિજોના 14 બ્લોકની ઓળખ કરી છે, જેની ટૂંક સમયમાં હરાજી (Auction) કરવામાં આવશે.

કયા જિલ્લામાંથી કયા કિંમતી ખનિજો મળ્યા?

રાજ્યના ખાણ મંત્રીના જણાવ્યા મુજબ બિહારના અલગ-અલગ વિસ્તારોમાં સર્વે દરમિયાન નીચે મુજબના કિંમતી તત્વો મળી આવ્યા છે:

  • જમુઈ જિલ્લો: જમુઈના સોનો વિસ્તારમાં સોનાનો (Gold) મોટો ભંડાર હોવાના સંકેત મળ્યા છે. હાલ ત્યાં સઘન સર્વે ચાલુ છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

  • બાંકા જિલ્લો: બાંકા જિલ્લામાંથી કોબાલ્ટ અને પિંડારક વિસ્તારમાંથી તાંબાનો (Copper) ભંડાર મળ્યો છે.

  • ભાગલપુર જિલ્લો: ભાગલપુરના બટેશ્વરસ્થાન વિસ્તારમાંથી રેર અર્થ એલિમેન્ટ્સ (REE) અને ક્રોમાઈટ હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

  • નવાદા અને રોહતાસ: નવાદા જિલ્લામાં વેનેડિયમ યુક્ત મેગ્નેટાઈટ અને રોહતાસ જિલ્લામાં ગ્લોકોનાઈટના ત્રણ બ્લોક મળી આવ્યા છે

20 મે પછી હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે

આ ખનિજ બ્લોક્સની હરાજી માટે સરકારી કંપની મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન (MSTC) દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. આગામી 20 મે પછી આ હરાજીની પ્રક્રિયા વિધિવત રીતે શરૂ કરી દેવામાં આવશે. હાલમાં ઝારખંડ સરહદને અડીને આવેલા દક્ષિણ બિહારના વિસ્તારોમાં સેટેલાઇટ ઈમેજરી અને હવાઈ સર્વેક્ષણ દ્વારા વધુ સંશોધન ચાલી રહ્યું છે.

મિસાઈલથી લઈને સ્માર્ટફોન સુધી વપરાય છે REE ખનિજો

બિહારમાં જે રેર અર્થ એલિમેન્ટ્સ (REE) મળ્યા છે, તે 17 કુદરતી ધાતુઓનો સમૂહ છે. પૃથ્વી પર આ ખનિજો ખૂબ જ મર્યાદિત માત્રામાં જોવા મળે છે.

તેનો ઉપયોગ ડિફેન્સ ક્ષેત્રે મિસાઈલ, રડાર, ફાઈટર જેટ, ડ્રોન અને લશ્કરી સંચાર સાધનો બનાવવામાં થાય છે. આ ઉપરાંત રોજિંદા જીવનમાં વપરાતા સ્માર્ટફોન, લેપટોપ, ઈલેક્ટ્રિક વ્હીકલ (EV), ટીવી સ્ક્રીન, કેમેરા લેન્સ અને હાર્ડ ડિસ્કના ઉત્પાદનમાં પણ આ ખનિજો અનિવાર્ય માનવામાં આવે છે.

સંબંધિત પોસ્ટ્સ

હોર્મુઝ વિવાદ: ઈરાનની ખુલ્લી ધમકી, ‘ના રસ્તો ખુલશે, ના કોઈ વાતચીત થશે’, ટ્રમ્પના એક્ઝિટ પ્લાનથી ખળભળાટ

praxpatel

IPL 2026: CSK ને એક જ મેચમાં થયું ₹2.58 કરોડનું નુકસાન

praxpatel

Fatty Liver Disease: દારૂ પીધા વગર પણ લીવર થઈ શકે છે ડેમેજ! તમારી આ રોજિંદી ભૂલો પડી શકે છે ભારે

praxpatel