Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

સુરત: ફ્રી ફાયર ગેમમાં થયેલી દોસ્તી ભારે પડી, લગ્નની લાલચ આપી વિધર્મીએ યુવતીને બનાવી ગર્ભવતી

સુરત: ફ્રી ફાયર ગેમમાં થયેલી દોસ્તી ભારે પડી, લગ્નની લાલચ આપી વિધર્મીએ યુવતીને બનાવી ગર્ભવતી

સુરતના પુણા વિસ્તારમાં ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢેલી એક યુવતી સાથે વિશ્વાસઘાતની ગંભીર ઘટના સામે આવી છે. ‘ફ્રી ફાયર’ અને ‘પબજી’ જેવી ગેમ્સ રમતી વખતે થયેલી ઓળખાણે યુવતીનું જીવન બરબાદ કરી નાખ્યું છે. સુરતના પુણા વિસ્તારની એક યુવતી ઓનલાઈન ગેમ ‘ફ્રી ફાયર’ અને ‘પબજી’ રમવાની શોખીન હતી. આ ગેમ રમતી વખતે તેની મુલાકાત કેરલમના વતની હિશામ મુનીર નામના યુવક સાથે થઈ હતી. ગેમ રમતા-રમતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ધીમે-ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતીને લગ્નનો વિશ્વાસ અપાવ્યો હતો.

ઓનલાઈન ગેમ ફ્રી ફાયર થી શરૂ થઈ પ્રેમ કહાની

સુરતની યુવતીને ઓનલાઈન ગેમ રમવાનો શોખ હતો. ગેમ રમતી વખતે તેની મુલાકાત કેરળના વતની હિશામ મુનીર સાથે થઈ હતી. ધીમે-ધીમે બંને વચ્ચે વાતચીત વધી અને આ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

લગ્નનો વિશ્વાસ આપી આચર્યું દુષ્કર્મ

યુવતી જ્યારે કેરળ ખાતે પીજીમાં રહેવા ગઈ, ત્યારે આરોપીએ તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. આ દરમિયાન તેણે યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. સતત શોષણને કારણે યુવતી ગર્ભવતી બની હતી.

ગર્ભવતી બનતા જ આરોપી ફરાર

જ્યારે યુવતીએ લગ્ન કરવાની અને ગર્ભવતી હોવાની વાત કરી, ત્યારે આરોપી હિશામ મુનીર ફરી ગયો હતો. તેણે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો અને યુવતીને નિરાધાર હાલતમાં છોડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

પુણા પોલીસે કરી ધરપકડ

છેતરાયેલી યુવતીએ સુરત પરત આવી પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કેરળથી આરોપી હિશામ મુનીરની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ મામલે કાયદેસરની તપાસ ચલાવી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

‘કપ્તાન’નું દમદાર ટ્રેલર રિલીઝ: સાકિબ સલીમ અને સિદ્ધાર્થ નિગમ વચ્ચે જામશે જંગ, જાણો ક્યારે અને ક્યાં જોશો

praxpatel

ડેટિંગ એપ, યુવતી અને પબમાં મીટિંગ: એક બિયરનું ₹29,884 બિલ પકડાવતાં સોફ્ટવેર એન્જિનિયરના હોશ ઊડ્યા, બાઉન્સરોએ ઘેર્યો

praxpatel

NDAનો નવો માસ્ટરપ્લાન: લોકસભામાં 360ના જાદુઈ આંકડા માટે નવો ફોર્મ્યુલા, સીટો વધારવાની તૈયારી

praxpatel