Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

ઈરાન સાથે યુદ્ધમાં ટ્રમ્પનો મોટો ‘યુ-ટર્ન’: અમેરિકાએ કેમ પાછા ખેંચવા પડ્યા ડગલા? જાણો 5 મોટા કારણો

ઈરાન સાથે યુદ્ધમાં ટ્રમ્પનો મોટો 'યુ-ટર્ન': અમેરિકાએ કેમ પાછા ખેંચવા પડ્યા ડગલા? જાણો 5 મોટા કારણો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર 8 કલાકમાં જ પોતાની રણનીતિ બદલી નાખી છે. અગાઉ હુમલાની વાત કરનાર ટ્રમ્પ હવે શાંતિની વાત કરી રહ્યા છે. ચાલો સમજીએ કે આખરે એવું તે શું થયું કે દુનિયાની સૌથી મોટી મહાસત્તાએ યુ-ટર્ન   લેવો પડ્યો ?

1. મોસાદનું ગણિત પડ્યું ઊંધું

યુદ્ધની શરૂઆતમાં ઈઝરાયેલી એજન્સી ‘મોસાદ’ એ દાવો કર્યો હતો કે ઈરાન પર હુમલો થતા જ ત્યાંની જનતા સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવશે. અમેરિકાએ સુપ્રીમ લીડર ખામેનેઈની હત્યા પણ કરી, છતાં ઈરાની જનતામાં કોઈ વિદ્રોહ જોવા મળ્યો નહીં. આ મિસ-કેલ્ક્યુલેશન ટ્રમ્પ માટે મોટો ફટકો સાબિત થયું.

2. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં ફસાવાનો ડર

હોર્મુઝનો દરિયાઈ માર્ગ ખૂબ જ સાંકડો છે. અમેરિકાને ડર છે કે જો તેમના યુદ્ધ જહાજો ત્યાં જશે, તો ઈરાનની નાની હોડીઓ પણ તેને મોટું નુકસાન કરી શકે છે. જો અહીં જહાજ ફસાય તો વિશ્વભરના તેલ પુરવઠા પર તેની ખરાબ અસર પડી શકે તેમ છે.

3. અખાતી દેશોનું ભારે દબાણ

સાઉદી અરેબિયા, કતાર અને ઓમાન જેવા દેશોએ અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપી હતી. તેમનું કહેવું હતું કે યુદ્ધનો ફાયદો ઈઝરાયલને છે, પણ આર્થિક નુકસાન અમારે ભોગવવું પડે છે. આ દેશોએ અમેરિકા સાથેના સંબંધો તોડવાની પણ ચીમકી આપી હતી.

4. નાટો (NATO) દેશોએ સાથ ન આપ્યો

ટ્રમ્પને આશા હતી કે યુરોપિયન દેશો અને નાટો સભ્યો આ જંગમાં તેમની સાથે જોડાશે. પરંતુ, જ્યારે મદદની જરૂર પડી ત્યારે લગભગ તમામ દેશોએ હાથ ઊંચા કરી દીધા. એકલા હાથે યુદ્ધ લડવું અમેરિકા માટે મોંઘું સાબિત થઈ શકે તેમ હતું.

5. સૈનિકોના મોત અને બદનામીનો ભય

જો અમેરિકા ઈરાનની ધરતી પર ગ્રાઉન્ડ ફોર્સ ઉતારે, તો મોટી સંખ્યામાં અમેરિકન સૈનિકો શહીદ થવાની ભીતિ હતી. ચૂંટણીના વર્ષોમાં સૈનિકોના મૃતદેહો પાછા આવે તે ટ્રમ્પની રાજકીય કારકિર્દી માટે જોખમી સાબિત થઈ શકે છે.

શું હવે શાંતિ થશે?

ટ્રમ્પના દાવા મુજબ ઈરાન સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે. આગામી 5 દિવસમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે. હાલમાં અમેરિકાએ ઈરાનના એનર્જી પ્લાન્ટ્સ પર હુમલો કરવાનું ટાળ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

‘ગૃહમંત્રીને જાણ નહોતી કે પછી તેમણે આદેશ આપ્યો? PM તેમને હટાવે’: રાહુલ ગાંધીના સરકાર પર આકરા પ્રહારો

praxpatel

Ebola In Gujarat: અમદાવાદ સિવિલમાં દાખલ કૉંગોના શંકાસ્પદ દર્દીનો ઈબોલા રિપોર્ટ નેગેટિવ, આરોગ્ય તંત્રએ લીધો રાહતનો શ્વાસ

praxpatel

Video/Bhooth Bangla: ‘ભૂત બંગલા’નું રોમેન્ટિક ગીત ‘તૂ હી દિસદા’નું ટીઝર રિલીઝ, અક્ષય કુમાર અને વામિકા ગબ્બીની શાનદાર કેમિસ્ટ્રી

praxpatel