Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

છોટા ઉદેપુર: બોડેલી પોલીસની મોટી કાર્યવાહી, સંખાંદ્રા સીમમાંથી ₹10.56 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

બોડેલી પોલીસની મોટી કાર્યવાહી, સંખાંદ્રા સીમમાંથી ₹10.56 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધીના કાયદા વચ્ચે છોટા ઉદેપુરની બોડેલી પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક કાર ઝડપી પાડી છે. સંખાંદ્રા ગામની સીમમાં મળેલી બાતમીના આધારે પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જોકે કારચાલક પોલીસને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

ગુપ્ત ખાનામાં છુપાવેલો હતો દારૂનો જથ્થો

મળતી માહિતી મુજબ, બોડેલી પોલીસની ટીમ તાંદલજા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી કે એક સફેદ રંગની કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સંખાંદ્રા ગામના તળાવ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા તેમાંથી ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી દારૂની 960 બોટલ મળી આવી હતી.

Jamnagar/ હાપામાં ભીષણ આગ: મસાલા ફેક્ટરીમાં 35 ટન મરચા બળીને ખાખ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા!

કુલ ₹10.56 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની 960 બોટલ, સફેદ રંગની પેસેન્જર કાર, કુલ કિંમત: ₹10,56,560 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કારચાલક ફરાર, પોલીસ તપાસ તેજ

પોલીસ દરોડા દરમિયાન કારચાલક અંધારાનો લાભ લઈને કાર મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. બોડેલી પોલીસે હાલ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

દિલ્હી દારૂનીતિ કૌભાંડમાં આરોપમુક્ત થતાં કેજરીવાલ રડી પડ્યા, કહ્યું, “હું ભ્રષ્ટ નથી…”

aminparmar

દિલ્હીમાં છઠ્ઠા દિવસે પણ હવા ઝેરી, AQI 387: ધુમ્મસના કારણે આજે પણ ઘણી ફ્લાઇટ્સ રદ; 24 કલાકમાં 27થી વધુ ફ્લાઇટ્સ રદ

Gujarat Plus

‘તે વાત નથી કરતી, બેભાન છે’: લિવ-ઈનમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ બાદ ખુલ્યું રહસ્ય

praxpatel