Gujarat Plus
Breaking News
gujaratplusગુજરાતતાજા સમાચાર

હોળી અને રમજાનના પગલે પોલીસનું ફૂટ પેટ્રોલીંગ:તહેવોરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા રાત્રિના સમયે પોલીસના ધાડા ઉતર્યા, ડ્રોનથી ચેકિંગ

હોળી- ધુળેટીનો તહેવાર અને રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. શહેરના અમરાઈવાડી, બાપુનગર, ખોખરા, રખિયાલ, ગોમતીપુર, દાણીલીમડા, મણીનગર, ઈસનપુર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતનો પોલીસ કાફલો રાત્રે રોડ પર ઉતર્યો હતો અને વાહન ચેકિંગથી લઈને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દાણીલીમડા અને ઇસનપુર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. દારૂ પીને વાહન ચલાવતા લોકોના ઝડપવામાં આવ્યા હતા. નંબર પ્લેટ અને કાળા કાચ વિનાની ગાડી સહિતના વાહનોને ડીટેઇન પણ કરવામાં આવ્યા છે.

અમદાવાદ પૂર્વના વિસ્તારમાં નાઈટ વિઝન ડ્રોનથી ચેકિંગ ધુળેટી અને રમઝાન મહિનાના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના પૂર્વ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઝોન 6 વિસ્તારમાં આવતાં દાણીલીમડા, ઇસનપુર, મણીનગર સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાઈટ વિઝન ડ્રોન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રમજાન મહિનો હોવાથી મોડી રાત્રે ધમધમતા ભીડભાળ વાળા બજારો, સાંકડી ગલીઓ અને મકાનની અગાસીમાં નાઈટ વિઝન ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા નંબર પ્લેટ વિના વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા હતા તેમ જ કાળા કાચની ગાડીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. દારૂ પીધેલા પણ ઝડપાયા હતા.

20થી વધુ પીધેલાઓ ઝડપાયા ઝોન- 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલ એ જણાવ્યું હતું કે હોળી અને ધુળેટીના તહેવાર તેમજ રમજાન મહિનાને લઈને ઝોન 5માં આવતા રખિયાલ, ખોખરા, બાપુનગર, અમરાઈવાડી, નિકોલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફ્લેગમાર્ચ અને પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. સંવેદનશીલ વિસ્તાર એવા હિન્દૂ અને મુસ્લિમ વિસ્તાર ભેગા થાય છે ત્યાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું

DCP, 2 ACP, 8 PI સહીત 100 થી વધુ પોલીસકર્મી ફુટ પેટ્રોલિંગમાં હાજર રહ્યા હતા. હિસ્ટ્રી શીટર અને રીઢા ગુનેગારોમાં કાયદાનો ડર બેસાડવા માટે પેટ્રોલિંગ હાથ ધરાયું. રબારી કોલોની ચાર રસ્તા પર વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. પસાર થતા વાહનો અને કારમાં ચેકીંગ કર્યું હતું. દારૂ પીધેલા 20 થી વધારે લોકોને ઝડપી અને ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ પણ કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવેલી 3 કારમાંથી બ્લેક ફિલ્મ પણ કાઢવામાં આવી હતી.

ઝોન 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ પીધેલાના 32 જેટલા કેસ કરવામાં આવ્યા હતા. દારૂ પીને વાહન ચલાવવાના 30 જેટલા કેસ કરવામાં આવ્યા હતા. 200 જેટલા વાહનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. રજીસ્ટ્રેશન અને નંબર પ્લેટ વિનાના 17 જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ છે જ્યારે 27 જેટલા વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

ઈઝરાયલનું ‘લિટલ ઈન્ડિયા’ : ડિમોના શહેરમાં ઈરાની મિસાઈલ હુમલો, 47 લોકો ઘાયલ

praxpatel

સુપ્રીમ કોર્ટે કહ્યું-નિવૃત્તિ પહેલા ધડાધડ ચુકાદા સંભળાવવા દુર્ભાગ્યપૂર્ણ: એવું લાગે છે કે જજ મેચની છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા છે

Gujarat Plus

અમદાવાદમાં વૃદ્ધ સાથે જબરી ઠગાઈ, કાર્ડ વેલિડિટી ચેક કરવાના બહાને 2.38 લાખનો ચુનો લગાવ્યો

aminparmar