Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

વિરમગામની ટિકિટ માટે પાટીદાર નેતાઓ આમને-સામને! વરુણ પટેલે કોને ‘ઉંદર’ કહીને બિલના દરવાજા બંધ કરવાની ચીમકી આપી?

વિરમગામ બેઠક પર ઘમસાણ, વરુણ પટેલનો 'ઉંદર' કોણ? હાર્દિકની મૌન તોડવાની ચીમકી સામે પ્રહાર- 'સારે બિલ કે દરવાજે ભી બંધ કર દૂંગા'
અમદાવાદ/સુરત: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં પાટીદાર નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર જબરદસ્ત શાબ્દિક યુદ્ધ છેડાયું છે, જેના કેન્દ્રમાં વિરમગામ વિધાનસભા બેઠકની રાજકીય લડાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની સૂચક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ હવે પાટીદાર આંદોલનના અગ્રણી નેતા વરુણ પટેલે પોતાના ફેસબુક પેજ પર એક અત્યંત આક્રમક સ્ટોરી મૂકીને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

વરુણ પટેલની સ્ટોરી: ‘અભી તો ચિનગારી ભડકાઈ હૈ ઔર ચૂહે તિલમિલાને લગે’

વરુણ પટેલે પોતાની ફેસબુક સ્ટોરીમાં કોઈનું પણ નામ લીધા વિના લખ્યું છે કે, “અભી તો ચિનગારી ભડકાઈ હૈ ઔર ચૂહે તિલમિલાને લગે, વક્ત આને દો સારે બિલ કે દરવાજે ભી બંધ કર દૂંગા, અભી તો સિર્ફ શોલા ભડકાયા હૈ આગે દેખો સૈલાબ હોગા, બહુત કુછ બદલને વાલા હૈ.”
આ પોસ્ટ બાદ વરુણ પટેલ કોને ‘ઉંદર’ કહી રહ્યા છે અને કોના દરવાજા બંધ કરવાની વાત કરી રહ્યા છે, તેને લઈને રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક શરૂ થયા છે. આ અંગે વરુણ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં આવનારા દિવસોમાં સામાજિક અને રાજકીય ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે અને ‘વેઇટ એન્ડ વોચ’ રાખો, સમય આવ્યે બધું સ્પષ્ટ થઈ જશે.

હાર્દિક પટેલની પોસ્ટ બાદ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા મેદાનમાં

આ સમગ્ર વિવાદની શરૂઆત ૨૫ નવેમ્બરની સાંજે થઈ હતી, જ્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર તમિલ સુપરસ્ટાર વિજય થલપતિના ગીત સાથે પોસ્ટ મૂકીને લખ્યું હતું કે, “મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે તે જરૂરી નથી.”
ત્યારબાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરિયાએ હાર્દિક સાથેની જૂની તસવીર શેર કરીને સમર્થનમાં લખ્યું કે, “અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ.” જોકે, અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે આ પોસ્ટ માત્ર હાર્દિકના સમર્થનમાં મૂકી છે અને હાર્દિકે કયા સંદર્ભમાં પોસ્ટ કરી તેની તેમને જાણ નથી. ત્યારબાદ ધાર્મિક માલવીયાએ પણ હાર્દિક અને અલ્પેશ સાથેનો જૂનો ફોટો શેર કરીને એકજૂથતા દર્શાવી હતી.

જસદણના નિવેદન અને વિરમગામની ટિકિટના મૂળમાં વિવાદ?

રાજકીય વિશ્લેષકોના મતે આ સમગ્ર ઘમસાણ પાછળ બે મુખ્ય કારણો ચર્ચાઈ રહ્યા છે:
  • વિરમગામ બેઠકની દાવેદારી: સૂત્રોના જણાવ્યા અનુસાર, વરુણ પટેલ ગત વિધાનસભા ચૂંટણીમાં પણ વિરમગામ બેઠક પરથી પ્રબળ દાવેદાર હતા, પરંતુ છેલ્લી ઘડીએ હાર્દિક પટેલને ટિકિટ મળી હતી. હવે આગામી ચૂંટણી નજીક આવતા આ બેઠક પર વર્ચસ્વ જમાવવા માટે અંદરોઅંદર શાબ્દિક જંગ શરૂ થઈ છે.

  • જસદણ કાર્યક્રમનો વિવાદ: ગત ૧૫ નવેમ્બરે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું હતું કે પાટીદાર આંદોલનને બહાનું બનાવીને સમાજે આનંદીબેન પટેલ જેવા સારા મુખ્યમંત્રી ગુમાવ્યા છે. આ નિવેદન બાદથી જ હાર્દિક પટેલના વિરોધીઓ સક્રિય થયા હતા, જેના જવાબમાં આ સોશિયલ મીડિયા વોર છેડાઈ હોવાનું મનાય છે.

સંબંધિત પોસ્ટ્સ

પ્રોપર્ટી ડીલ રદ થાય તો ટોકન મની, સ્ટેમ્પ ડ્યુટી અને GSTનું શું થશે? જાણો ટેક્સના ગણિત સાથેના નિયમો

praxpatel

IPLમાં થવા જઈ રહી છે યુવરાજ સિંહની વાપસી: દિલ્હી કેપિટલ્સમાં સંભાળશે આ મોટી જવાબદારી

praxpatel

પાકિસ્તાનનો નવો દાવ: ઈરાન-અમેરિકા વાર્તા ફેલ છતાં સાઉદી અને કતાર પાસેથી મેળવ્યું 5 અબજ ડોલરનું પેકેજ

praxpatel