Gujarat Plus
સ્પોર્ટ્સ

૨૭૦૫ દિવસ બાદ ૬૫ બોલમાં સદી: વિન્ડીઝના જોન કેમ્પબેલે ગુવાહાટીમાં મચાવી તબાહી, એકસાથે ૩ રેકોર્ડ બુકમાં નામ નોંધાવ્યું

૨૭૦૫ દિવસ બાદ ૬૫ બોલમાં સદી: વિન્ડીઝના જોન કેમ્પબેલે ગુવાહાટીમાં મચાવી તબાહી, એકસાથે ૩ રેકોર્ડ બુકમાં નામ નોંધાવ્યું

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી વનડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન જોન કેમ્પબેલ (John Campbell) એ ભારતીય બોલિંગ આક્રમણના ફુરચા ઉડાવતી તોફાની સદી ફટકારી છે. હાઈ-સ્કોરિંગ ગણાતા ગુવાહાટીના મેદાન પર કેમ્પબેલે માત્ર ૬૫ બોલમાં પોતાની સદી પૂરી કરીને સનસનાટી મચાવી દીધી હતી.

તેણે પોતાની ૬૮ બોલની ઇનિંગ્સમાં ૯ ચોગ્ગા અને ૫ ગગનચુંબી છગ્ગાની મદદથી ૧૦૧ રન બનાવ્યા હતા. આખરે ગુરનૂર બરારના બોલ પર નમન ધીરના હાથે કેચ આઉટ થઈને તેની આ વિસ્ફોટક ઇનિંગ્સનો અંત આવ્યો હતો. આ શાનદાર ઇનિંગ્સ સાથે કેમ્પબેલે ક્રિકેટ ઇતિહાસના ત્રણ મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે.

રેકોર્ડ ૧: પ્રથમ અને બીજી સદી વચ્ચે ૫મો સૌથી લાંબો ગાળો (૨૭૦૫ દિવસ)

જોન કેમ્પબેલે પોતાની કારકિર્દીની પ્રથમ વનડે સદી વર્ષ ૨૦૧૯ માં નોંધાવી હતી. ત્યારબાદ બીજી સદી ફટકારવા માટે તેને પૂરા ૨૭૦૫ દિવસ (લગભગ ૭ વર્ષ) નો લાંબો સમય લાગ્યો હતો. વનડે ઇતિહાસમાં બે સદી વચ્ચે સૌથી લાંબા સમયગાળાની યાદીમાં તે ૫મા ક્રમે આવી ગયો છે:

  • એન્ડી ફ્લાવર – ૩૧૬૩ દિવસ

  • મોહમ્મદ નબી – ૩૦૩૬ દિવસ

  • મિશેલ માર્શ – ૨૮૨૭ દિવસ

  • મનોજ પ્રભાકર – ૨૭૭૫ દિવસ

  • જોન કેમ્પબેલ – ૨૭૦૫ દિવસ

રેકોર્ડ ૨: વેસ્ટ ઇન્ડિઝ તરફથી વનડેમાં ૫મી સૌથી ઝડપી સદી

૬૫ બોલમાં સદી પૂરી કરીને કેમ્પબેલે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ઇતિહાસની સૌથી ઝડપી વનડે સદીઓની યાદીમાં ટોપ-૫ માં સ્થાન મેળવી લીધું છે:

  • બ્રાયન લારા – ૪૫ બોલ (૧૯૯૯)

  • ક્રિસ ગેલ – ૫૫ બોલ (૨૦૧૯)

  • એવિન લુઈસ – ૬૧ બોલ (૨૦૨૪)

  • નિકોલસ પૂરન – ૬૩ બોલ (૨૦૨૩)

  • જોન કેમ્પબેલ – ૬૫ બોલ (૨૦૨૬)

  • શાઈ હોપ – ૬૬ બોલ (૨૦૨૫)

રેકોર્ડ ૩: ભારત સામે વિન્ડીઝ બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી વનડે સદી

આ સદી સાથે જોન કેમ્પબેલ ભારત સામે વનડે ફોર્મેટમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી ઝડપી સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે:

  • ૬૫ બોલ – જોન કેમ્પબેલ (ગુવાહાટી, ૨૦૨૬)

  • ૭૦ બોલ – અમીર જંગુ (ગુવાહાટી, ૨૦૨૬)

  • ૭૨ બોલ – રિકાર્ડો પોવેલ (સિંગાપોર, ૧૯૯૯)

  • ૭૩ બોલ – માર્લોન સેમ્યુઅલ્સ (વિજયવાડા, ૨૦૦૨)

  • ૭૪ બોલ – શિમરોન હેટમાયર (ગુવાહાટી, ૨૦૧૮)

  • ૮૫ બોલ – શિમરોન હેટમાયર (ચેન્નાઈ, ૨૦૧૯)

૭ વર્ષના લાંબા ઇંતેજાર બાદ પરત ફરેલા કેમ્પબેલની આ આક્રમક ઇનિંગ્સે ભારત સામે વેસ્ટ ઇન્ડિઝને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે.

સંબંધિત પોસ્ટ્સ

કયા છે એ ૩ ખેલાડીઓ? જેમના કારણે અક્ષર પટેલ ને લાગે છે કે IPL 2026 ની ચેમ્પિયન બનશે SRH

praxpatel

માનવ સુથારે ટેસ્ટ ડેબ્યૂમાં રચ્યો ઈતિહાસ: પહેલા જ મેચમાં બન્યા ‘પ્લેયર ઓફ ધ મેચ’

praxpatel

યુઝવેન્દ્ર ચહલનો ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીતો વીડિયો વાયરલ, નિયમોના ઉલ્લંઘન બદલ થઈ શકે છે મોટી કાર્યવાહી

praxpatel