AAP મધ્ય ઝોન કાર્યકારી અઘ્યક્ષ ડો. જ્વેલ વસરા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટ, જીતુભાઈ ઉપાધ્યાય, હાર્દિકભાઈ તલાટી સહિત સમગ્ર ટીમે સિવિલ હોસ્પિટલમાં પીડિતોની મુલાકાત લીધી
આ પાઈપલાઈનમાં લિકેજ નથી થયું, આ સરકારની સિસ્ટમમાં લીકેજ છે: ડો. કરન બારોટ AAP
વારંવાર રજુઆત કર્યા છતાં પણ પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવ્યું અને છેલ્લે સરકારની નિષ્ફળતાનો ભોગ 100 બાળકો સહીત અન્ય સ્થાનિકો બન્યા: ડો. કરન બારોટ AAP
સરકારની અણઆવડતના કારણે આજે ગાંધીનગરના સેક્ટર 24, 27 સહીત અન્ય વિસ્તારોના પરિવારો આજે પોતાના ધંધા રોજગાર મૂકીને પોતાના બાળકોની ચિંતામાં હોસ્પિટલની દોડાદોડીમાં લાગ્યા: ડો. કરન બારોટ AAP
જે પણ એજન્સી હોય, જેણે આવી નબળી ગુણવત્તાની પાઇપનો ઉપયોગ કર્યો હોય, એની તપાસ કરીને એના પર કાર્યવાહી કરવામાં આવે: ડો. કરન બારોટ AAP
જો ગાંધીનગરમાં આવી પરિસ્થિતિ હોય તો ગુજરાતમાં આ સરકારે કેવા કામ કર્યા હશે એ ખૂબ મોટો પ્રશ્ન છે: ડો. કરન બારોટ AAP




