મેસર્સ વિષ્ણુભાઈ કાન્તિલાલ એન્ડ કંપની (આંગડિયા) નાં ભાગીદાર કહે છે કે સવા ત્રણ કરોડ કઢાવવા માટે સાહેબ સાથે વીસ ટકા (પચાસેક લાખ) માં નક્કી કર્યું છે- અતુલભાઇ દવેનો મોટો આરોપ
સામાજીક આગેવાન અતુલ ભાઇ દવેએ જણાવ્યુ છે કે મેસર્સ વિષ્ણુભઆઇ કાંન્તિલાલ એન્ડ કંપની નામની આંગડિયા પેઢીમાં એક વર્ષ પહેલાં ED ની રેડ પડી હતી જેમાં રૂપિયા અગિયાર કરોડથી વધુની રકમ અને મુદ્દામાલ (આ મુદામાલ બદલવા માટે પણ પ્રયત્નો થયા હતા) કબજે કરવામાં આવ્યો હતો તેવી ચર્ચા છે, ત્યારે આ રકમ પાછી મેળવવા માટે પેઢીનાં ભાગીદાર દ્વારા ગેરકાયદે રીતરસમો અપનાવી હતી જેમાં અમદાવાદનાં એક વકીલનાં માધ્યમથી સવા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ કામ ન થતાં આ ભાગીદાર દ્વારા આ સવા ત્રણ કરોડ કઢાવવા પોલીસમાં અરજી કરવામાં આવી છે અને આ ભાગીદાર ફોન (રેકોર્ડિગ માંરી પાસે છે) માં કબુલ કરે છે કે એમને આ રકમ સાહેબ જો કઢાવી આપે તો વીસ ટકા આપવાનું નક્કી કર્યું છે આ પેઢી સાથે થયેલું એક એગ્રીમેન્ટ રદ કરાવવા માટે એ વ્યક્તિ ઉપર પોલીસ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે તેવા આરોપો પણ અતુલ દવેએ લગાવ્યા છે, આ ભાગીદારની અરજીના આધારે પોલીસ વારેઘડીએ સામાવાળા (જેમણે એકવખત વિસ્તૃત જવાબ લખાવી પણ દિધો છે) નાં ઘરે (બે વખત આ રીતે સાદાં કપડાંમાં પોલીસ આવી એનાં વિડિયો પણ છે) પહોંચી જાય છે અને સમન્સ કે વોરંટ વગર એને સાથે લઈ જવાનો આગ્રહ રાખે છે આ બાબતે કોલ રેકોર્ડિંગ અને વિડિયો તેમજ અન્ય દસ્તાવેજી પુરાવાઓ સાથે ગૃહમંત્રીશ્રીને રૂબરૂ મળીને રજુઆત કરીશ
અહીં સૌથી મોટી ગંભીર બાબત એ છે કે EDની કસ્ટડીમાંથી ગેરકાયદે પૈસા કઢાવવાનાં અને મુદ્દામાલ બદલવાનાં પ્રકરણમાં આ ભાગીદાર પોતે પણ સામેલ છે એટલે પહેલાં તો એનાં વિરુદ્ધ જ કાર્યવાહી થવી જોઈએ કેમકે ભાગીદાર પોતે જ ખોટું કરવાં ગયાં હતાં એનો પુરાવો એની પોતાની અરજી જ છે અતિગંભીર બાબત એ છે કે ગુન્હેગારોનાં કરોડો રૂપિયાનાં હવાલા (આ પેઢીમાં રેડ એનાં લીધે જ પડી હતી) પાડનારી આંગડીયા પેઢી વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને તપાસ થવી જોઈએ કે આ પેઢીમાં ક્યાં ક્યાં ગુન્હેગારોનાં બે નંબરનાં કરોડો રૂપિયાની હેરાફેરી કે હવાલા પાડવામાં આવ્યા છે અને ખાસ વાત તો એ કે ભારત દેશમાં અનેક બ્રાન્ચો ધરાવતી અને રોજનાં કરોડો રૂપિયા (એક બ્રાન્ચ માંથી રૂપિયા અગિયાર કરોડથી વધુની રકમ પકડાઈ હતી) ની હેરફેર કરતી આ આંગડિયા પેઢી પાસે કમિશન લઈને એક શહેરથી બીજા શહેરમાં નાણાંની હેરફેર કરવાનું કોઈ સરકારી લાયસન્સ છે ખરું?
