બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઓગડ ગામે ઐતિહાસિક દૃશ્ય જોવા મળ્યું. પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને સમાજજનોની વિશાળ બેઠક યોજાઈ, જેમાં સમાજ માટે એક મહત્વપૂર્ણ બંધારણ જાહેર કરવામાં આવ્યું.ખાસ વાત એ રહી કે આ મંચ પર ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રાજકારણ ભૂલી સમાજના હિત માટે એકસાથે જોવા મળ્યા.
ઓગડ ગામે યોજાયેલી આ બેઠકમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. ઠાકોર સમાજના સામાજિક સુધારા, ખર્ચાળ પ્રસંગો પર નિયંત્રણ, વ્યસન મુક્ત સમાજ અને શિક્ષણના પ્રસાર માટે બંધારણ અમલમાં મૂકાયું.
આ બંધારણને સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યું.
બંધારણ મુજબ હવે
સગાઈ અને લગ્ન બારેમાસ નહીં, એક જ માસમાં પૂર્ણ કરવાના
જાનમાં 100 વ્યક્તિ, DJ બંધ – માત્ર શરણાઈ
પત્રિકા અને આમંત્રણ બંધ દાગીના માત્ર જરૂરીયાત પૂરતા
મામેરામાં 100 વ્યક્તિ, 11 વાહન અને 1.51 લાખની મર્યાદા
દહેજ, આણા, બોલમણા અને રાવની પ્રથા સંપૂર્ણ બંધ
નશાકારક વસ્તુઓ પર પ્રતિબંધ મરણ પ્રસંગે ખીચડી કઢીની પરંપરા
બંધારણનો અનાદર કરનારને સમાજ વિરોધી ગણવામાં આવશે
એસઆઈઆર ની કામગીરી દરમિયાન સામે આવ્યું છે કે 20થી 25 વર્ષના યુવાનો દારૂના કારણે મોતને ભેટી રહ્યા છે.આ દુઃખ મેં જાતે સહન કર્યું છે. હવે ઠાકોર સમાજને વ્યસન મુક્ત બનાવવો જ પડશે. સમાજમાં બદી અટકાવવી હોય તો શિક્ષણનો વ્યાપ વધારવો અનિવાર્ય છે.
આ બેઠક દરમિયાન ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે ‘સદારામ ધામ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી .ગેનીબેન ઠાકોરે એક વીઘા જમીન આપવાની જાહેરાત કરી, જ્યારે ભાજપ અને કોંગ્રેસના અન્ય આગેવાનોએ પણ જમીન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ મંચ પર ભાજપ કે કોંગ્રેસ નથી, અહીં માત્ર સમાજ છે.
બંધારણના અમલ માટે સૌપ્રથમ સ્ટેજ પર બેઠેલા આગેવાનોને શપથ લેવડાવવી જોઈએ. વ્યસન કરનારના ઘરે દીકરી ન આપવાની કડક અપીલ કરું છું, જેથી બીજાનું ઘર બગડે નહીં
ઠાકોર સમાજના બંધારણ દિવસ તરીકે 4 જાન્યુઆરી 2027ના રોજ વિશેષ ઉજવણી કરવાની જાહેરાત સાથે બેઠક પૂર્ણ થઈ. રાજકારણથી ઉપર ઊઠીને સમાજ સુધારાના સંદેશ સાથે ઓગડની આ બેઠક ઉત્તર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે.
