Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

WhatsApp કોલિંગમાં મોટો ફેરફાર: હવે બેકગ્રાઉન્ડનો અવાજ નહીં નડે, અવાજ થશે એકદમ ક્લિયર

WhatsApp કોલિંગમાં મોટો ફેરફાર: હવે બેકગ્રાઉન્ડનો અવાજ નહીં નડે, અવાજ થશે એકદમ ક્લિયર

વોટ્સએપ (WhatsApp) યુઝર્સ માટે ખુશખબર છે. મેટા હવે વોટ્સએપ કોલિંગના અનુભવને વધુ શાનદાર બનાવવા માટે એક નવું ફીચર લાવી રહ્યું છે. આ ફીચરની મદદથી વોઇસ અને વીડિયો કોલ દરમિયાન આસપાસનો વધારાનો અવાજ (Noise) ફિલ્ટર થઈ જશે.

નવા ફીચરની ખાસિયતો:

  • નોઇઝ કેન્સલેશન: કોલ દરમિયાન પવન, ટ્રાફિક કે લોકોના અવાજને દૂર કરશે.

  • ક્રિસ્ટલ ક્લિયર અવાજ: સામેની વ્યક્તિને તમારો અવાજ સ્પષ્ટ સંભળાશે.

  • બધા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ: આ ફીચર Android, iOS અને WhatsApp Web ત્રણેયમાં જોવા મળશે.

  • ઇન-બિલ્ટ સુવિધા: તમારે કોઈ અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં.

iPhone જેવું ફીચર હવે બધા માટે

અત્યાર સુધી આઈફોન યુઝર્સ ‘વોઇસ આઇસોલેશન’નો ઉપયોગ કરી શકતા હતા. પરંતુ હવે વોટ્સએપ પોતે જ એન્ડ્રોઇડ યુઝર્સ માટે આ ટેકનોલોજી લાવી રહ્યું છે. હાલમાં આ ફીચર બીટા વર્ઝન (2.26.11.8) પર ટેસ્ટ થઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ તે તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે.

ઘોંઘાટવાળા વિસ્તારમાં ઉભા રહીને પણ હવે તમે શાંતિથી વાત કરી શકશો. વોટ્સએપનું આ ફીચર યુઝરના અવાજ પર ફોકસ કરશે અને આસપાસના શોરબકોરને કાપી નાખશે.

સંબંધિત પોસ્ટ્સ

વારાણસી: સંકટ મોચન મંદિરમાં મુસ્લિમ કલાકારો કરશે પર્ફોર્મન્સ, શાસ્ત્રીય સંગીતથી હનુમાનજીની કરશે સ્તુતિ

praxpatel

ગુજરાતમાં મેઘતાંડવ: ૨૨ ડેમ હાઈ એલર્ટ પર, ૨૭,૮૫૬ લોકોનું સ્થળાંતર, ૬ જિલ્લાઓમાં રેડ એલર્ટ

praxpatel

અમદાવાદમાં NEET પરીક્ષામાં મોટો હોબાળો: હિજાબ અને કંઠી મુદ્દે VHP-AIMIM સામસામે, 3 લોકોની અટકાયત

praxpatel