Gujarat Plus
આંતરરાષ્ટ્રીય

3 બિલાડીઓ પાળનારા ભારતીય મૂળના અમીશ શાહનો અમેરિકામાં ડંકો: એરિઝોના થી ડેમોક્રેટિક પ્રાઇમરી જીતી

3 બિલાડીઓ પાળનારા ભારતીય મૂળના અમીશ શાહનો અમેરિકામાં ડંકો: એરિઝોનાથી ડેમોક્રેટિક પ્રાઇમરી જીતી

ભારતીય મૂળના અમેરિકી નેતા અને ડોક્ટર અમીશ શાહે અમેરિકાના એરિઝોના રાજ્યની ફર્સ્ટ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઇમરી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે. અમીશ શાહે પાર્ટીના ટોચના નેતૃત્વના સમર્થન વાળા ઉમેદવાર માર્લીન ગેલન-વુડ્સને હરાવીને આ જીત હાંસલ કરી છે. હવે નવેમ્બરમાં યોજાનારી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણીમાં તેમનો સીધો મુકાબલો ટ્રમ્પ સમર્થિત રિપબ્લિકન ઉમેદવાર જે ફીલી સામે થશે.

ડોક્ટર અને સમાજસેવી: ઘરે-ઘરે જઈને જીત્યું લોકોનું દિલ

અમીશ શાહ વ્યવસાયે ઇમરજન્સી મેડિસિન ડોક્ટર છે અને એરિઝોના વિધાનસભાના 3 વાર સભ્ય રહી ચૂક્યા છે.

  • ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે લગભગ 28,000 ઘરો સુધી પહોંચીને લોકો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો.

  • આ ગ્રાઉન્ડ લેવલ કનેક્ટને તેમની જીતનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે.

  • અમીશ શાહે અગાઉ 2024માં પણ પ્રાઇમરી ચૂંટણી જીતી હતી.

ગુજરાતી માતા-પિતાના સંતાન છે અમીશ શાહ

અમીશ શાહનો જન્મ અમેરિકાના શિકાગો શહેરમાં થયો હતો. તેમના માતા-પિતા 1960ના દાયકામાં ભારતથી અમેરિકા જઈને વસ્યા હતા.

  • તેમના પિતા જૈન અને માતા હિન્દુ ધર્મ પાળે છે.

  • તેમણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી મેડિકલની ડિગ્રી મેળવી છે.

  • તે ખૂબ જ સરસ ગુજરાતી અને સ્પેનિશ ભાષા બોલે છે.

  • તેમને 3 પાલતુ બિલાડીઓ છે, જેમના નામ હિલેરી, મિસ મ્યાઓર્સન અને કઝિન ઓલિવર છે.

વિજય બાદ અમીશ શાહે શું કહ્યું?

પ્રાઇમરી જીત્યા બાદ અમીશ શાહે જણાવ્યું હતું કે, આ જીત સંપૂર્ણપણે જમીની સ્તરના કાર્યકરો અને મતદારોની જીત છે. એરિઝોનાના મતદારોએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે. હવે મારી જવાબદારી આ ડિસ્ટ્રિક્ટના દરેક મતદારનો વિશ્વાસ જીતવાની છે.

સંબંધિત પોસ્ટ્સ

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ સ્ટેશન પર આત્મઘાતી હુમલો, 3 જવાનો શહીદ

praxpatel

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા: ટ્રમ્પ હોર્મુઝની ખાડી ખોલવા સેના મોકલશે, સમુદ્રમાં બિછાવેલી માઈન્સ હટાવાશે

praxpatel

શું પાકિસ્તાને અમેરિકાને છેતર્યું? ટ્રમ્પની નાકેબંધી વચ્ચે ઈરાન માટે ખોલ્યા 6 જમીની માર્ગો

praxpatel