Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

અમરેલી: ભાજપ શાસનમાં ભાજપના જ MLA અને પૂર્વ નેતાઓનો પોલીસ સામે મોરચો, જામીન પર છૂટેલા ધારાસભ્ય પણ જોડાયા!

અમરેલી: ભાજપ શાસનમાં ભાજપના જ MLA અને પૂર્વ નેતાઓનો પોલીસ સામે મોરચો, જામીન પર છૂટેલા ધારાસભ્ય પણ જોડાયા!

અમરેલી જિલ્લાના ધારી પંથકમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં અસામાજિક તત્ત્વોનો આતંક સતત વધી રહ્યો છે. ધારીના વેકરીયાપરા વિસ્તારમાં ગઈકાલે બે નિર્દોષ ખેડૂતો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બંને ઇજાગ્રસ્ત ખેડૂતો હાલ અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસની મીઠી નજર હેઠળ ચાલે છે દારૂના અડ્ડા: ભાજપ નેતાઓના આક્ષેપ

અમરેલી  ખેડૂતો પર થયેલા હુમલાના વિરોધમાં આજે ધારીમાં મોટી રેલી નીકળી હતી. આ જનઆક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે વહીવટી તંત્રને એક આવેદનપત્ર પાઠવ્યું હતું.

ચોંકાવનારી વાત એ છે કે, રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં ભાજપના જ નેતાઓએ પોલીસ સામે મોરચો ખોલ્યો છે. નેતાઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસની મિલીભગતથી જ વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલે છે. આ દૂષણને કારણે જ ગુનેગારો બેફામ બન્યા છે.

જામીન પર છૂટેલા ધારાસભ્ય જે.વી. કાકડિયા પણ વિરોધમાં જોડાયા

આ વિરોધ પ્રદર્શનમાં  ધારીના વર્તમાન ભાજપ ધારાસભ્ય જે.વી. કાકડિયા પણ જોડાયા હતા, જેઓ હાલમાં જ જામીન પર મુક્ત થયા છે. તેમની સાથે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અને પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા પણ હાજર રહ્યા હતા.

તમામ દિગ્ગજ નેતાઓએ પોલીસ તંત્રને કડક ચીમકી આપી છે. તેમણે માંગ કરી છે કે ધારી પંથકમાંથી દારૂના તમામ અડ્ડા તાત્કાલિક બંધ કરવામાં આવે. જો સમયસર પગલાં નહીં લેવાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

પોતાની જ સરકારમાં નેતાઓ રસ્તા પર આવવા મજબૂર

રાજકીય વિશ્લેષકોના મતે આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં ભાજપનું શાસન છે, છતાં પોતાના જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શાસક પક્ષના નેતાઓએ રસ્તા પર ઉતરવું પડ્યું છે.

આ ઘટના સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે મોટા સવાલો ઉભા કરે છે. હાલમાં ખેડૂતો પર હુમલો કરનારા ગુંડાઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે ધારીમાં ભારે તંગદિલીનો માહોલ છે.

<

સંબંધિત પોસ્ટ્સ

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ

Maheriya Nirali

શશી થરૂર બન્યા ફોટોગ્રાફર: રાષ્ટ્રપતિ ભવનમાં અભિનેત્રી પ્રિયંકા મોહન માટે ક્લિક કરી તસવીરો

praxpatel

ચાંદખેડા ઢોંસાકાંડ: સત્ય જાણવા પોલીસ હવે ‘લાઈ ડિટેક્ટર ટેસ્ટ’ કરશે, પિતાની વાતો પર પોલીસને શંકા

praxpatel