ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પિયુષ પટેલ ના-લાયક !
ગુજરાત યનુવર્સિટીના કુલપતિના લડકા રજીસ્ટ્રાર પિયુષ પટેલની લાયકને લઇને વિવાદ ઉઠ્યો છે, આ બાબતે વિજિલન્સ વિભાગમાં ફરિયાદ થઇ છે, ફરિયાદમાં સુરેન્દ્રનગરના ડો રંજનબેન ગોહિલે આરોપ લગાવ્યો છે કે પિયુષ પટેલ રજીસ્ટ્રાર બનવાની લાયકાત ધરાવતા નથી, તેઓએ ખોટા દસ્તાવેજો અને પુરાવા રજુ કરીને પરીક્ષા નિયામક તરીકે નોકરી મેળવી છે,તો તેમને હોદ્દા પરથી કાઢી મુકવા જોઇએ અને તેમની સામે પોલીસ કાર્યવાહી કરીને જેલ ભેગા કરવા જોઇએ,,
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો નિરજા ગુપ્તાના અંગત વિશ્વાસુ અધિકારીઓમાં પિયુષ પટેલની ગણના થાય છે, વર્ષ 2016મા ગુજરાત યુનિવર્સિટી પરિક્ષા નિયામકની સીધી ભરતી માટેની જાહેરાત આપી હતી, જેમા લાયકત મુજબ અનુસ્નાતક કક્ષાએ 55 ટકા સાથે પાસ થવા હોવા જોઇએ,, ઉપરાંત આસિસ્ટંટ પ્રોફેસર તરીકે 8 વરસનો અનુભવ અને એજીપી સાત હજારના ગ્રેડમાં ઓછામાં ઓછુ 15 વરસ અથવા એજીપી 8000 ગ્રેડમાં એપી તરીકેનું ઓછામાં ઓછુ આઠ વરસનું શૈક્ષણિક અથવા રિસર્ચનું અનુભવના માપદંડો મુકાયા હતા,
જ્યારે ડો રંજન ગોહિલની ફરિયાદમાં કરેલા આક્ષેપો મુજબ પિયુષ પટેલે 27 એપ્રિલ 2016ના રોજ આપેલ અરજી મુજબ પિયુષ પટેલે બોગસ દસ્તાવેજોના આધારે આ નોકરી મેળવી છે,, આક્ષેપમાં પુરાવા તરીકે કેટલાક દસ્તાવેજો પણ મુકાયા છે, જે મુજબ
ઓગસ્ટ 1999થી ફેબ્રુઆરી 2001માં દોઢ વરસના ગાળામાં ફાર્મામાં અનુસ્નાતક ની ડીગ્રી મેળવી છે, પણ તે કાયદાકીય રીતે શક્ય નથી,
તે સિવાય તેમણે અનુભવમાં બીએમ કોલેજ ઓફ ફાર્માસ્યુકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ મોડાસા ખાતે લેક્ચરર તરીકે 3 ડીસેમ્બર 2001ના રોજ જોડાયા હતા, જ્યારે 12 ડીસેમ્બર 2012 સુધી કોલેજમાં નોકરી કરી છે, પણ આમાં એક પેંચ છે, કારણ કે પિયુષ પટેલે મોડાસાની કોલેજેમાં નોકરી આપવામા માટે ક્લેરિસ લાઇફ સાયન્સ લિમીટેડ નામની કંપનીનો અનુભવ પ્રમાણ પત્ર રજુ કર્યો છે, જેમાં તેઓએ 25 મે 2001 થી 15 ડીસેમ્બર 2001 સુધી સેવા આપી છે,, આમ તેઓ એક સાથે બે સંસ્થાઓમાં નોકરી કેવી રીતે હાજર રહીને નોકરી શકે છે,, શુ તેઓ મિસ્ટર ઇન્ડિયા છે, કે પછી કોઇ જાદુગર જે એક સમયે બે સ્થળો હાજર રહીને નોકરી પણ કરે ,,અને પગાર મેળવે,, તો પછી ભગવાન આવી તાકાત બીજા લોકોને કેમ નથી આપતા, ,,
ફાર્માસ્યુટિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ આસિસ્ટંટ પ્રોફેસર માટે પીએચડી હોવું ફરજિયાત છે, પણ જ્યારે તેઓએ આસિસ્ટંટ પ્રોફેસર માટે અરજી કરી હતી ત્યારે તમની પાસે પીએચડીની ડીગ્રી ન હતી, તેઓએ જુન 2006માં પીએચડીની ડીગ્રી મેળવી છે,એટલે તેમની આસિસ્ટંટ પ્રોફેસર તરીકેની નિમણુંક પણ સંપુર્ણ ગેર કાયદે છે, તે સિવાય અનેક ગેરરીતિઓ તેમની સામે આવી રહી છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓએ તેમને કોના દબાણ થી પરીક્ષા નિયામક બનાવ્યા અને ઇંચાર્જ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવી રહ્યા છે, લાયકાત વગરના ઇંચાર્જ રજીસ્ટ્રાર અને પરીક્ષા નિયામકને ગુજરાત યુનિવર્સિટીમાં રાખવામાં કોને રસ છે, તે એક મોટો ચર્ચાનો વિષય છે, ભુતકાળમાં ઇંચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલને થોડાક સમય માટે રજીસ્ટ્રાર તરીકે હટાવી દેવામાં આવ્યા હતા, પણ પિયુષ પટેલેને રજીસ્ટ્રાર તરીકે પરત લાવવામાં ગુજરાત યુનિવર્સીટીના જ બે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોનો પીઠ્ઠુ તરીકે ઉપયોગ કરી કુલપતિના ઇશારે તત્કાલિન ઉચ્ચ શિક્ષણ મંત્રી રુષિકેશ પટેલની પાસે મોકલીને રાજકિય દબાણ કરાવી યુનિવર્સિટીમાં ફરીથી તાજપોશી કરાવી હતી, ત્યારે સવાલ ઉભો થાય છે કે બે પિઠ્ઠુઓ પૈકી એક પિઠ્ઠુ તો વિદાય થઇ ચુકી છે, જ્યારે બીજા યુનિવર્સિટીના સર્વે સર્વા છે તેવા સભ્યની નિમણુકના સમયે પણ વિવાદ થયો હતો, જે એક સમયે ગુજરાત ભાજપના નેતાના ખાસ અંગત હતા,
કુલપતિ ડો નિરજાબેન ગુપ્તાને ના- લાયક ઇંચાર્જ રજીસ્ટ્રાર સાથે જ કામ કરવાની મજા કેમ આવે છે, તેવી ચર્ચા યુનિવર્સીટીના ગલિયારાઓમાં થઇ રહી છે, પણ જે રીતે પિયુષ પટેલની વિજિલન્સ વિભાગમાં ફરિયાદ થઇ છે, તેને જોતા લાગે છેકે આ વખતે સરકાર ગંભીર છે,
પિયુષ પટેલની નિમણુક પરિક્ષા નિયામક તરીકે
પરિક્ષા તરીકે ક્વાલિફાઇડ નથી
માસ્ટર ડીગ્રી 55 ડીગ્રી
પીએચડી જોઇએ
આસિસટંટ પ્રોફેસર તરીકે 8 વરસનો અનુભવ
એક વરસની માસ્ટર ડીગ્રી કરી છે,





