Gujarat Plus
બિઝનેસ

ભારતમાં અમીરોનો રાષ્ટ્રવ્યાપી ઉછાળો: 2030 સુધીમાં સુપર- ધનિક પરિવારોની સંખ્યા 26,000 એ પહોંચશે

ભારતમાં અમીરોનો રાષ્ટ્રવ્યાપી ઉછાળો: 2030 સુધીમાં સુપર-રિચ પરિવારોની સંખ્યા 26,000 એ પહોંચશે

ભારત અત્યારે આર્થિક વિકાસના એક સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં અબજોપતિઓ અને અતિ ધનિક ની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે. ભારત અત્યારે આર્થિક વિકાસના એક સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં અબજોપતિઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે. ‘ધ ઇકોનોમિક ટાઇમ્સ’ અને ‘1લેટીસ’ (1Lattice, વ્યવસાયિક સંશોધન અને સલાહકાર સંસ્થા) ના ‘ધ ઇન્ડિયન ફેમિલી ઓફિસ રિપોર્ટ 2026‘ અનુસાર, ભારતમાં $30 મિલિયન (આશરે રૂ. 280 કરોડ) થી વધુ સંપત્તિ ધરાવતા પરિવારોની સંખ્યામાં મોટો ઉછાળો આવવાનો છે. વર્ષ 2025 માં આવા પરિવારોની સંખ્યા 16,000 હતી, જે વર્ષ 2030 સુધીમાં વધીને લગભગ 26,000 થવાની ધારણા છે. અલ્ટ્રા-હાઇ-નેટ-વર્થ લોકોની યાદીમાં નવા સભ્યો ઉમેરવાની બાબતમાં ભારત અત્યારે વૈશ્વિક સ્તરે માત્ર અમેરિકા અને ચીનથી જ પાછળ એટલે કે વિશ્વમાં ત્રીજા ક્રમે છે.

સુપર-રિચ પરિવારોની સંખ્યામાં મોટો ઉછાળો

‘ધ ઇકોનોમિક ટાઇમ્સ’ અને રિસર્ચ સંસ્થા ‘1લેટીસ’ ના ‘ધ ઇન્ડિયન ફેમિલી ઓફિસ રિપોર્ટ 2026’ અનુસાર, ભારતમાં ધનિકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

  • વર્ષ 2025 માં $30 મિલિયન (આશરે રૂ. 280 કરોડ) થી વધુ સંપત્તિ ધરાવતા પરિવારોની સંખ્યા 16,000 હતી.

  • વર્ષ 2030 સુધીમાં આ સંખ્યા વધીને લગભગ 26,000 થવાની ધારણા છે.

  • વૈશ્વિક સ્તરે નવા અમીરો ઉમેરવાની બાબતમાં ભારત અત્યારે અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા ક્રમે છે.

$1.5 ટ્રિલિયનનું વેલ્થ ટ્રાન્સફર અને ફેમિલી ઓફિસ

આગામી દાયકામાં ભારતમાં એક પેઢીથી બીજી પેઢીમાં સંપત્તિની મોટી ફેરબદલી (Wealth Transfer) થશે. આ પ્રવાહ લગભગ $1.3 થી $1.5 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે.

આ વિશાળ સંપત્તિના સંચાલન માટે ભારતમાં ‘ફેમિલી ઓફિસ’ નું કલ્ચર ખૂબ ઝડપથી વિકસ્યું છે. હાલમાં ભારતમાં 300 થી વધુ ફેમિલી ઓફિસો કાર્યરત છે, જે $30 બિલિયન (આશરે રૂ. 2.5 લાખ કરોડ) થી વધુની સંપત્તિનું મેનેજમેન્ટ કરે છે.

મુંબઈ-દિલ્હી ટોપ પર, ગુજરાતના શહેરો પણ રેસમાં

સુપર-રિચ પરિવારો અને ફેમિલી ઓફિસોની યાદીમાં મુંબઈ અને દિલ્હી-NCR સૌથી આગળ છે. જો કે, હવે બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને અમદાવાદ જેવા શહેરોમાં પણ ફેમિલી ઓફિસો ઝડપથી વધી રહી છે. આ સંસ્થાઓ અમીર પરિવારો માટે ટેક્સ પ્લાનિંગ, રિસ્ક મેનેજમેન્ટ અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટનું કામ સરળ બનાવે છે.

નવી પેઢીનો બદલાતો મિજાજ: સ્ટાર્ટઅપ્સ પર નજર

સમયની સાથે અમીર પરિવારોના રોકાણના અભિગમમાં મોટો બદલાવ આવ્યો છે. આજની નવી પેઢી (Millennials અને Gen Z) પરંપરાગત બિઝનેસ ચલાવવાને બદલે મૂડીના સક્રિય રોકાણ પર વધુ ધ્યાન આપી રહી છે.

  • 50% થી વધુ ભારતીય ફેમિલી ઓફિસો હવે રોકાણના નિર્ણયોમાં નવી પેઢીને સામેલ કરે છે.

  • નવી પેઢીના 30% રોકાણકારો પરંપરાગત વ્યવસાયોના બદલે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.

  • તેઓ ખાસ કરીને હેલ્થ ટેક, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા આધુનિક ક્ષેત્રોમાં રસ ધરાવે છે.

સંબંધિત પોસ્ટ્સ

નવો ઇન્કમ ટેક્સ કાયદો: 1 એપ્રિલથી બદલાઈ જશે ટેક્સના નિયમો, ITR અને PAN કાર્ડ પર મોટી અપડેટ

praxpatel

ITR Filing: જો સમયસર ઇનકમ ટેક્સ રિટર્ન નહીં ભરો તો શું થશે? જાણી લો દંડનું આખું ગણિત

praxpatel

સોના-ચાંદી ના ભાવમાં મોટો કડાકો: સોનું ₹2,500 અને ચાંદી ₹10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ

praxpatel