Gujarat Plus
Breaking News
તાજા સમાચારબિઝનેસ

યુદ્ધ જલ્દી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો: ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીની નવી ભવિષ્યવાણી

યુદ્ધ જલ્દી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો: 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીની નવી ભવિષ્યવાણી

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વિશ્વભરમાં તેલ અને ગેસનું સંકટ ઘેરું બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ આવતા સપ્લાય ચેઈન ખોરવાઈ છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે જાણીતા પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ (Rich Dad Poor Dad) ના લેખક રોબર્ટ કિયોસાકીએ રોકાણકારો માટે એક મહત્વની ચેતવણી અને સલાહ આપી છે.

મોંઘવારી અને દેવું વધશે

રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે ભવિષ્ય જોવું અત્યારે ખૂબ સરળ છે. તેમણે આ માટે બે મુખ્ય કારણો આપ્યા છે:

  1. રાષ્ટ્રીય દેવું: સરકારો સતત નકલી નોટો (કરન્સી) છાપતી રહેશે. જેના કારણે ફુગાવો વધશે અને ડોલર બચાવનારા લોકોને મોટું નુકસાન થશે.

  2. ઈરાન યુદ્ધ: આ યુદ્ધ જલ્દી સમાપ્ત થાય તેમ લાગતું નથી. જો યુદ્ધ લાંબુ ચાલશે તો તેલના ભાવ આસમાને પહોંચશે અને મોંઘવારી સામાન્ય માણસની કમર તોડી નાખશે.

‘US Bonds’ સૌથી મોટું જૂઠાણું

કિયોસાકીએ પરંપરાગત રોકાણ પદ્ધતિઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, “સ્કૂલ જાઓ, નોકરી કરો, ટેક્સ ભરો અને મ્યુચ્યુઅલ ફંડ કે ETF માં રોકાણ કરો” – આ એક મીઠી ગોળી છે જે લોકોને નુકસાન પહોંચાડે છે. તેમના મતે, અમેરિકન બોન્ડ્સ (US Bonds) સુરક્ષિત હોવા એ સૌથી મોટું જૂઠાણું છે.

મુશ્કેલીમાં ક્યાં રોકાણ કરવું?

આર્થિક સંકટ અને ફુગાવા સામે બચવા માટે કિયોસાકીએ વર્ષ 2026 માટે નીચેની વસ્તુઓને સૌથી સુરક્ષિત રોકાણ ગણાવ્યું છે:

  • અસલી સોનું અને ચાંદી

  • તેલ (Oil)

  • બિટકોઈન (Bitcoin)

  • ઈથેરિયમ (Ethereum)

આર્થિક શિક્ષણ જ સાચો રસ્તો

તેમણે ભાર મૂક્યો કે આ ગ્લોબલ ફુગાવા અને બેન્કિંગ સંકટમાં માત્ર તમારી ‘આર્થિક શિક્ષા’ (Financial Education) જ તમને બચાવી શકે છે. જે વસ્તુ છાપી શકાય છે (જેમ કે પેપર કરન્સી) તે તેમના મતે ‘નકલી’ છે, જ્યારે સોનું અને બિટકોઈન જેવી વસ્તુઓ ‘અસલી’ સંપત્તિ છે.

કિયોસાકીની આ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થઈ રહી છે અને રોકાણકારોમાં ચર્ચાનો વિષય બની છે.

સંબંધિત પોસ્ટ્સ

હવે દેશમાં અલગ-અલગ ઇમરજન્સી નંબર રાખવાની જરૂર નથી, સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય

praxpatel

જનરલ એનએસ રાજા સુબ્રમણિ: દેશના નવા અને ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

praxpatel

અમદાવાદના ફતેવાડીમાં જાહેર રોડ પર ચાકુબાજીનો વીડિયો વાઈરલ, પોલીસ દોડતી થઈ

ANIL PATEL