IPL 2026 (19મી સીઝન) શરૂ થવાની તૈયારીમાં છે. આ સીઝનમાં બે એવા ખેલાડીઓ ચર્ચામાં છે જેમના નામ સાંભળતા જ ફેન્સ રોમાંચિત થઈ જાય છે. એક છે લેજન્ડ એમએસ ધોની (MS Dhoni) અને બીજા છે ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશી.
આ બંને ખેલાડીઓ વચ્ચે ઉંમરનો તફાવત એટલો મોટો છે કે જાણીને તમે પણ હેરાન રહી જશો.
ધોની સૌથી વયસ્ક, વૈભવ સૌથી યુવા
IPL 2026 માં એમએસ ધોની સૌથી વધુ ઉંમરના ખેલાડી છે. જ્યારે વૈભવ સૂર્યવંશી ટૂર્નામેન્ટના સૌથી યુવા ખેલાડી છે.
-
એમએસ ધોની: જન્મ 7 જુલાઈ, 1981. હાલની ઉંમર 44 વર્ષથી વધુ છે.
-
વૈભવ સૂર્યવંશી: જન્મ 27 માર્ચ, 2011. હાલની ઉંમર માત્ર 14 વર્ષ છે.
10,855 દિવસનો મોટો તફાવત!
આંકડાકીય રીતે જોઈએ તો ધોની અને વૈભવ વચ્ચેનો તફાવત આશ્ચર્યજનક છે:
-
ધોનીની ઉંમર દિવસોમાં 16,327 દિવસ થાય છે.
-
વૈભવની ઉંમર દિવસોમાં માત્ર 5,472 દિવસ છે.
-
બંને વચ્ચે કુલ 10,855 દિવસનો તફાવત છે.
જ્યારે ધોનીએ 2004માં ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું, ત્યારે વૈભવનો જન્મ પણ થયો નહોતો!
વૈભવ સૂર્યવંશી માટે મહત્વની સીઝન
વૈભવે પોતાની આક્રમક બેટિંગથી અગાઉની સીઝનમાં બધાને ચોંકાવી દીધા હતા. આ વર્ષે તેને વધુ મેચ રમવાની તક મળી શકે છે. જોકે, વિરોધી ટીમો પણ આ યુવા ખેલાડી માટે ખાસ પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરશે.
એક તરફ અનુભવનો ભંડાર ધોની છે અને બીજી તરફ ફ્રેશ ટેલેન્ટ વૈભવ. આ બંનેને એક જ મેદાન પર રમતા જોવા તે ક્રિકેટ પ્રેમીઓ માટે કોઈ લ્હાવાથી ઓછું નથી.
