હોલીવુડની જાણીતી પોપ સ્ટાર રિહાના ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રવિવારે રિહાનાના બેવર્લી હિલ્સ સ્થિત ઘર પર અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ હુમલા સમયે રિહાના ઘરે જ હાજર હતી, પરંતુ સદનસીબે તેનો આબાદ બચાવ થયો છે.
ઘટના શું હતી?
રવિવારે બપોરે અંદાજે 1:15 વાગ્યે આ ઘટના બની હતી. લોસ એન્જલસમાં રિહાના અને રેપર એએસએપી રોકી (ASAP Rocky) ના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક મહિલા કારમાં સવાર થઈને આવી હતી. તેણે AR-15 સ્ટાઈલ રાઈફલથી ઘરની દિવાલો પર ગોળીઓ ચલાવી હતી.
નુકસાન: ઘરની દિવાલો પર ગોળીઓના નિશાન મળ્યા છે, કોઈ જાનહાનિ થઈ નથી.
હુમલાખોરની ધરપકડ
એલએપીડી (LAPD) પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી છે. પોલીસ અત્યારે તેનું નામ જાહેર કરી રહી નથી. આ મહિલાએ ફાયરિંગ શા માટે કર્યું તેનું કારણ પણ હજુ સ્પષ્ટ થયું નથી.
પરિવારની સ્થિતિ
હુમલો થયો ત્યારે રિહાના ઘરમાં હાજર હતી. જોકે, તેનો પતિ એએસએપી રોકી અને તેમના બાળકો તે સમયે ઘરમાં હતા કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. રિહાનાનો આ વિસ્તાર ખૂબ જ લક્ઝુરિયસ માનવામાં આવે છે. આ ઘટનાથી તેના ચાહકો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે.
રિહાનાની ભારત મુલાકાત: જામનગરમાં યાદગાર પર્ફોર્મન્સ
રિહાના માર્ચ 2024માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે ખાસ જામનગર આવી હતી. આ તેની ભારતની પ્રથમ પ્રોફેશનલ મુલાકાત હતી, જેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે અંદાજે 1.5 કલાક સુધી સ્ટેજ પર પોતાના હિટ ગીતો (જેમ કે ‘Diamonds’, ‘Work’, ‘Umbrella’) પર પર્ફોર્મ કર્યું હતું.
તેણે ફ્યુઝન ટચ સાથેનો લીલા રંગનો શાનદાર ડ્રેસ પહેર્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ એક રાતના પર્ફોર્મન્સ માટે રિહાનાને અંદાજે 66 થી 75 કરોડ રૂપિયા ($8-9 million) ચૂકવવામાં આવ્યા હતા.

જામનગરમાં રિહાનાની સાદગી
રિહાનાએ જામનગર એરપોર્ટ પર હાજર સુરક્ષાકર્મીઓ અને પોલીસ સાથે ફોટા પડાવ્યા હતા અને ખૂબ જ વિનમ્રતાથી વાત કરી હતી. તેણે જામનગરના લોકોના પ્રેમ અને આતિથ્ય સત્કારના સોશિયલ મીડિયા પર વખાણ પણ કર્યા હતા.
