ગુજરાત પર ફરી એકવાર માવઠાના એંધાણ! અંબાલાલ પટેલની વધુ એક ચોંકાવનારી આગાહી
દેશભરના હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને તોફાન જેવી સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, હાલમાં ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો સીધા ફૂંકાઈ રહ્યા હોવાથી ઠંડીનું જોર વધ્યું છે અને સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાને કારણે લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેથી વહેલી સવારે અને મોડી રાત્રે જનજીવન પ્રભાવિત થયું છે. શનિવારે 6.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું.
બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળની ખાડી અને અરબ સાગરના ભેજને કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો છવાયેલા રહેશે. પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી થતા જ જાન્યુઆરીના અંતમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો અને નાગરિકોએ બદલાતા હવામાન મુજબ સાવચેતી રાખવી જરૂરી છે.
હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું છે કે 18 થી 24 જાન્યુઆરીએ સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડી તેમજ અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ફેબ્રુઆરીથી એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચલા સ્તરે આવશે, તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ માવઠું (કમોસમી વરસાદ) થવાની શક્યતા રહેશે.
હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું છે કે 18 થી 24 જાન્યુઆરીએ સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડી તેમજ અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ફેબ્રુઆરીથી એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચલા સ્તરે આવશે, તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ માવઠું (કમોસમી વરસાદ) થવાની શક્યતા રહેશે.
ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 7 જુલાઈથી ‘અલ-નીનો’ની અસર ઓછી (ઝાખી) થવાની શક્યતા છે. દરિયાઈ પેરામીટર્સ સાનુકૂળ રહેતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની પ્રબળ શક્યતા છે. આગામી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય છે. આવનારા 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે તે પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે.
