Gujarat Plus
Breaking News
અન્ય

ભાજપ ભ્રષ્ટાચાર, ભય અને જેલની રાજનીતિ કરી રહ્યું છે, ગુજરાતમાં ભાજપનું શાસન નહીં, ભયનું રાજ ચાલે છે : અરવિંદ કેજરીવાલ

AAP રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રીદિવસીય ગુજરાત પ્રવાસે*

30 વર્ષમાં ભાજપે ગુજરાતને ખાડામાં ધકેલી દીધું : અરવિંદ કેજરીવાલ

ભાજપના અન્યાય સામે અવાજ ઉઠાવનારને જેલમાં નાખે છે : અરવિંદ કેજરીવાલ

ભાજપ નહીં તો કોણ? હવે જવાબ છે આમ આદમી પાર્ટી : અરવિંદ કેજરીવાલ

પાર્ટીનાં કાર્યકર્તાઓ સાથે આગામી દિવસોની રણનીતિ ઘડવામાં આવશે : કેજરીવાલ

અમદાવાદ/ ગુજરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મિડિયા સાથે વાત કરતાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને સંપૂર્ણ રીતે ખાડામાં ધકેલી દીધું છે. ચારેય તરફ ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. લોકોમાં ડર છે, ધમકાવવામાં આવે છે. જે કોઈ તેમના વિરોધમાં અથવા અન્યાય સામે અવાજ ઉઠાવે છે, તેને પકડીને જેલમાં નાખી દેવામાં આવે છે. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થાય છે અને તેમના ભ્રષ્ટાચાર સામે કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. આજે લોકો ખૂબ મોટી આશા સાથે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે છેલ્લા 6-7 મહિનાથી સમગ્ર ગુજરાતમાં, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી, દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે અને તેમાં જનતાની ભારે ભીડ ઉમટી રહી છે.

અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે તો પૈસા પણ નથી, અમે તો ‘ફક્કડ પાર્ટી’ છીએ, છતાં લોકો પોતાના ખર્ચે, પોતાના પૈસાથી આમ આદમી પાર્ટીની સભાઓમાં આવી રહ્યા છે. અત્યાર સુધી લોકોમાં નિરાશા હતી કે “ભાજપ નહીં તો કોણ?” કોંગ્રેસ પાસેથી પણ કોઈ આશા નહોતી, પરંતુ હવે લોકો આશાભરી નજરે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે. હું હાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યો છું. આ દરમિયાન હું મારા તમામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અમે રણનીતિ બનાવીશું તેમજ બૂથ લેવલ, તાલુકા લેવલ અને જિલ્લા લેવલ પર જે કાર્યકર્તાઓ જોડાયા છે ,તેમનો શપથવિધિ કાર્યક્રમ યોજાશે.

મહત્વનું છે કે આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા 7 ઝોન હેઠળ બુથ કાર્યકર્તા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અરવિંદ કેજરીવાલ 18 જાન્યુઆરીએ મધ્ય ઝોન અંતર્ગત અમદાવાદ ખાતે કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેશે, જેમાં અમદાવાદ, ખેડા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર આવરી લેવામાં આવશે. ત્યારબાદ 19 જાન્યુઆરીએ પૂર્વ ઝોન અંતર્ગત વડોદરા ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. જેમાં આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓ આવરી લેવામાં આવશે. આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરૂ પાડશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

સંબંધિત પોસ્ટ્સ

મુંબઈના મેયર પદ માટે શિવસેના-ભાજપ વચ્ચે ખેંચતાણ?

ANIL PATEL

સંસદ સત્ર બાદ પક્ષ-વિપક્ષની ‘ચાય પે ચર્ચા’: PM મોદી, પ્રિયંકા ગાંધી, રાજનાથ હાજર રહ્યા, G-RAM-G બિલના વિરોધમાં TMCએ સંસદમાં આખી રાત ધરણા કર્યા

Gujarat Plus

ચાંદી ઓલ ટાઈમ હાઈના બીજા દિવસે ₹784 સસ્તી થઈ: સોનાની કિંમતમાં 80 રૂપિયાનો ઘટાડો, સોનું ₹1,32,394/10g થયું

Gujarat Plus