શું હતો સમગ્ર વિવાદ?
-
103મી ઓવરની ઘટના: બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ્સની 103મી ઓવરમાં મિચેલ સ્ટાર્કના પાંચમા બોલ પર મિરાજે શોર્ટ થર્ડ મેન તરફ શોટ રમીને એક રન લીધો હતો.
-
ડેન્જર એરિયા પર ચાલવાનો આરોપ: રન પૂર્ણ કરતી વખતે મિરાજ પિચના સુરક્ષિત (ડેન્જર એરિયા) ભાગ પરથી દોડ્યો હોવાનું જણાતાં ફોલો-થ્રૂ દરમિયાન સ્ટાર્ક ગુસ્સે ભરાયો હતો.
-
સ્ટમ્પ માઈકમાં અવાજ કેદ: સ્ટાર્કે ગુસ્સામાં આવીને મિરાજને ખરી-ખોટી સંભળાવતા કહ્યું, “આ મારો ફોલો-થ્રૂ છે, તારો નહીં… પિચ પરથી હટી જા.”
-
મિરાજનો વળતો જવાબ: મિરાજે પણ સામે દલીલ કરતાં બંને ખેલાડીઓ થોડી ક્ષણો માટે સામસામે આવી ગયા હતા, જેના પગલે અમ્પાયર ધર્મસેનાએ દરમિયાનગીરી કરવી પડી હતી.
મેચની સ્થિતિ: બાંગ્લાદેશ 153 રનથી આગળ
-
તન્જીદ હસનનો ઐતિહાસિક રેકોર્ડ: તન્જીદ હસન તમીમે શાનદાર 101 રન ફટકારીને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ બાંગ્લાદેશી બેટર બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
-
બીજા દિવસના અંતે સ્થિતિ: રમતના અંતે બાંગ્લાદેશે 6 વિકેટે 351 રન બનાવી લીધા છે અને તેની કુલ સરસાઈ 153 રનની થઈ ગઈ છે. ક્રિઝ પર મેહદી હસન મિરાજ (32*) અને હસન મહમૂદ (13*) રમી રહ્યા છે.
