Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

ઈન્ટરનેટ પર હવે રોબોટ્સનું રાજ! માણસો કરતાં AI એજન્ટ્સ વધુ સક્રિય, જાણો શું બદલાશે ભવિષ્ય?

ઈન્ટરનેટ પર હવે રોબોટ્સનું રાજ! માણસો કરતાં AI એજન્ટ્સ વધુ સક્રિય, જાણો શું બદલાશે ભવિષ્ય?

ઈન્ટરનેટને અત્યાર સુધી આપણે મનુષ્યોની દુનિયા માનતા આવ્યા છીએ, જ્યાં લોકો વેબસાઈટ ખોલે છે, સમાચાર વાંચે છે અને ઓનલાઈન ખરીદી કરે છે. પરંતુ હવે ઈન્ટરનેટ પર એક મોટો તફાવત જોવા મળી રહ્યો છે. વેબસાઈટ્સ પર આવતા ટ્રાફિકમાં માણસોની ભાગીદારી પાછળ રહી ગઈ છે અને મશીનોનો ( AI Agents & Bots) ટ્રાફિક ઝડપથી વધી રહ્યો છે.

ક્લાઉડફ્લેયરનો ચોંકાવનારો દાવો: 50% થી વધુ ટ્રાફિક મશીનોનો

દુનિયાની સૌથી મોટી કન્ટેન્ટ ડિલિવરી સર્વિસ ક્લાઉડફ્લેયરના (Cloudflare) રિપોર્ટ મુજબ, જૂન 2026 માં ઈન્ટરનેટનો 50 ટકાથી વધુ ટ્રાફિક મનુષ્યોને બદલે મશીનો ( AI સિસ્ટમ, ક્રોલર્સ અને ઓટોમેટેડ સિસ્ટમ) દ્વારા આવ્યો હતો.

અગાઉ ક્લાઉડફ્લેયરનો અંદાજ હતો કે 2027 સુધીમાં બોટ ટ્રાફિક મનુષ્યોને પાછળ છોડશે, પરંતુ AI ની ઝડપી વૃદ્ધિને કારણે આ બદલાવ ધારણા કરતાં ઘણો વહેલો આવી ગયો છે.

AI એજન્ટ્સ ઈન્ટરનેટ પર શું કરી રહ્યા છે?

આ બદલાવને એક સરળ ઉદાહરણથી સમજો:

  • માણસની કામગીરી: જો કોઈ વ્યક્તિએ ઘડિયાળ કે હોટેલ બુક કરવી હોય, તો તે વધુમાં વધુ 4 થી 5 વેબસાઈટ ખોલીને ચેક કરશે.

  • AI એજન્ટની કામગીરી: આ જ કામ જો AI એજન્ટને સોંપવામાં આવે, તો તે એક જ સેકન્ડમાં હજારો વેબસાઈટ્સ પર જઈને ડેટા એકત્રિત કરે છે અને યુઝરને સીધો ચોક્કસ જવાબ આપે છે.

આમ, એક જ માણસના કામ માટે AI એજન્ટ વેબસાઈટ્સને હજારો રિક્વેસ્ટ મોકલે છે, જેના કારણે ઈન્ટરનેટ પર બોટ્સનો ટ્રાફિક વિસ્ફોટક રીતે વધી રહ્યો છે.

AI ટ્રેનિંગ અને વેબસાઈટ માલિકોની ચિંતા

જૂન 2026 ના આંકડા મુજબ, ઈન્ટરનેટ ક્રોલર્સમાંથી 52% રિક્વેસ્ટ માત્ર AI મોડેલ્સને ટ્રેન કરવા માટે વપરાઈ રહી હતી, જે 2025 માં માત્ર 22% હતી.

વેબસાઈટ માલિકો માટે મોટો પડકાર: અત્યાર સુધી વેબસાઈટ્સની કમાણી મનુષ્યોના વિઝિટ કરવા, જાહેરાતો જોવા કે ક્લિક કરવા પર નિર્ભર હતી. પરંતુ જો AI એજન્ટ્સ પોતે જ વેબસાઈટમાંથી માહિતી ચોરી કે વાંચીને યુઝરને સીધો જવાબ આપી દેશે, તો યુઝર્સ વેબસાઈટ પર આવશે નહીં. આનાથી વેબસાઈટનો ડેટા તો વપરાશે, પરંતુ માલિકોને ટ્રાફિક કે કમાણી મળશે નહીં, જે ભવિષ્યમાં ડિજિટલ મીડિયા અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે મોટો પ્રશ્ન બની શકે છે.


સંબંધિત પોસ્ટ્સ

ઓસ્ટ્રેલિયામાં મહિલાએ એકસરખી દેખાતી ૪ બાળકીઓને જન્મ આપ્યો: ડોક્ટર્સ પણ દંગ રહી ગયા

praxpatel

AI પડ્યું કાચું! ફોર્ડ કંપનીએ 350 અનુભવી એન્જિનિયર્સને નોકરી પર પાછા બોલાવ્યા

praxpatel

ઈરાને ચીનને આપ્યો મોટો ઝટકો: હોર્મુઝની ખાડીમાં ચીની જહાજોને રોક્યા, અધવચ્ચેથી લેવો પડ્યો ‘યુ-ટર્ન’

praxpatel