જો કોઈ વ્યક્તિ પાસે કરોડોની સંપત્તિ હોય અને મહિને હજારો રૂપિયા ભાડું આવતું હોય, તો તે આરામની જિંદગી જીવવાનું પસંદ કરશે. પરંતુ દિલ્હીના એક ઉબેર (Uber) ડ્રાઈવરની વાર્તા તદ્દન અલગ છે. આ ડ્રાઈવર પાસે લાખોના બે ફ્લેટ છે, છતાં તે દરરોજ 12 કલાક કેબ ચલાવે છે. સોશિયલ મીડિયા પર તેની આ કહાની ખૂબ વાયરલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ
આસ્થા સેઠ નામની મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર આ ડ્રાઈવરની કહાની શેર કરી છે. આસ્થાએ જણાવ્યું કે કેબ રાઈડ દરમિયાન તેની ડ્રાઈવર સાથે થોડી મિનિટો વાત થઈ હતી. આ વાતચીતમાં ડ્રાઈવરે પોતાની જિંદગીનો એક એવો કિસ્સો શેર કર્યો, જેણે સૌ કોઈને પ્રેરણા આપી છે.
હાર્ટ એટેક પછી બદલાઈ ગઈ જિંદગી
આ ડ્રાઈવર મૂળ બિહારના સમસ્તીપુરનો રહેવાસી છે. તે દિલ્હીમાં તેના એક સંબંધીની ફેક્ટરીમાં કામ કરતો હતો અને ત્યાં સારી કમાણી પણ થતી હતી. પરંતુ ગયા વર્ષે તેને હાર્ટ એટેક આવ્યો અને તેની જિંદગી બદલાઈ ગઈ.
હાર્ટ એટેકમાંથી સાજા થયા પછી તે પહેલા જેવી શારીરિક મહેનત વાળું કામ કરી શકતો નહોતો. તે સમયે મદદ મળવાને બદલે તેને કહેવામાં આવ્યું કે હવે તે ‘કોઈ કામનો નથી’ રહ્યો. આ વાત તેને દિલ પર લાગી ગઈ અને તેણે ફેક્ટરી છોડી દીધી.
નોઈડામાં છે 80 લાખના બે ફ્લેટ
ડ્રાઈવરે હાર માનવાને બદલે નવી શરૂઆત કરી અને ઉબેર કેબ ચલાવવાનું શરૂ કર્યું. આસ્થાના જણાવ્યા મુજબ, આ ડ્રાઈવર પાસે નોઈડામાં બે ફ્લેટ છે. આ બંને પ્રોપર્ટીની કિંમત આશરે 80 લાખ રૂપિયા છે. આ ફ્લેટ્સમાંથી તેને દરરોજ કંઈ કર્યા વગર મહિને 80 હજાર રૂપિયા ભાડું મળે છે.
આટલી સારી આવક હોવા છતાં તે ઘરે બેસતો નથી. તે સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી કેબ ચલાવે છે અને મહિને અલગથી 50 હજાર રૂપિયા કમાય છે. આ રીતે તેની કુલ માસિક આવક 1.30 લાખ રૂપિયા થાય છે.
પોતાની જાતને સાબિત કરવા કરે છે કામ
ડ્રાઈવર પાસે કામ છોડીને આરામ કરવાનો પૂરો વિકલ્પ છે. છતાં તે કેબ ચલાવે છે કારણ કે તે એવા લોકોને જવાબ આપવા માંગે છે જેમણે હાર્ટ એટેક પછી તેને નકામો સમજી લીધો હતો. તે સાબિત કરવા માંગે છે કે હાર્ટ એટેક આવવાથી કોઈ માણસ નબળો કે લાચાર નથી થઈ જતો.
તેણે પોતાના બંને ફ્લેટ તેની બે દીકરીઓના ભવિષ્ય માટે બચાવીને રાખ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ ડ્રાઈવરના જજ્બા અને હિંમતને સલામ કરી રહ્યા છે.
:
