આઈસીસી (ICC) ટેસ્ટ રેન્કિંગમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડનો દિગ્ગજ બેટ્સમેન જો રૂટ હવે ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન રહ્યો નથી. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ખરાબ ફોર્મના કારણે રૂટ સીધો ત્રીજા સ્થાને સરકી ગયો છે.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના ધાકડ બેટ્સમેન ટ્રેવિસ હેડે શાનદાર પ્રદર્શનના જોરે ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન તાજ પોતાના નામે કરી લીધો છે. જોકે, ટોપ-3 બેટ્સમેનો વચ્ચે રેટિંગ પોઈન્ટ્સનો તફાવત ખુબ જ ઓછો છે.
ટ્રેવિસ હેડની લાંબી છલાંગ, હેરિ બ્રુક બીજા ક્રમે
-
ટ્રેવિસ હેડ (નંબર-1): ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ ત્રણ સ્થાનની છલાંગ લગાવીને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. હાલમાં તેનું રેટિંગ 843 છે.
-
હેરિ બ્રુક (નંબર-2): ઇંગ્લેન્ડનો હેરિ બ્રુક બીજા સ્થાને યથાવત છે. તેનું રેટિંગ 842 છે, જે હેડ કરતાં માત્ર એક પોઈન્ટ ઓછું છે.
-
જો રૂટ (નંબર-3): જો રૂટ સીધો ત્રીજા સ્થાને આવી ગયો છે અને તેનું રેટિંગ 840 થઈ ગયું છે. ન્યૂઝીલેન્ડ સામેની 3 ટેસ્ટ મેચની સિરીઝમાં રૂટ માત્ર એક જ અર્ધસદી ફટકારી શક્યો હતો.
કેન વિલિયમસનની નિવૃત્તિ બાદ રેન્કિંગમાં ફેરફાર
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ કારણે આઈસીસીએ તેનું નામ રેન્કિંગ લિસ્ટમાંથી હટાવી દીધું છે. વિલિયમસન રેન્કિંગમાંથી બહાર થતાં અન્ય ખેલાડીઓને ફાયદો થયો છે:
-
શુભમન ગિલ (ભારત): ભારતીય બેટ્સમેન શુભમન ગિલને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે છઠ્ઠા નંબર પર આવી ગયો છે.
-
ટેમ્બા બાવુમા (સાઉથ આફ્રિકા): બાવુમાને પણ એક સ્થાનનો ફાયદો થયો છે.
-
રચિન રવીન્દ્ર (ન્યૂઝીલેન્ડ): રચિન રવીન્દ્ર બે સ્થાનની છલાંગ લગાવીને નંબર-7 પર પહોંચી ગયો છે.
-
યશસ્વી જયસ્વાલ (ભારત): ભારતના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે 9મા સ્થાને સરકી ગયો છે. લંકાના કામિન્દુ મેન્ડિસને ત્રણ સ્થાનનું નુકસાન થતાં તે આઠમા ક્રમે પહોંચ્યો છે.
