Gujarat Plus
સ્પોર્ટ્સ

IND A vs AFG A: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ

IND A vs AFG A: શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાય-સિરીઝમાં હવે ભારત અને અફઘાનિસ્તાન ની ‘એ’ ટીમો સામસામે ટકરાશે. આ વનડે મેચ 11 જૂન, ગુરૂવારના રોજ રમાશે. ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં શ્રીલંકાની ટીમને રોમાંચક મુકાબલામાં હરાવી હતી. હવે ટીમ ઇન્ડિયા બીજા વિજય માટે મેદાનમાં ઉતરશે.

મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

IND A vs AFG A; ભારત એ અને અફઘાનિસ્તાન એ વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 10:00 વાગ્યે શરૂ થશે. મેચનો ટોસ અડધા કલાક પહેલા એટલે કે સવારે 9:30 વાગ્યે થશે. આ વનડે મેચ હોવાથી સવારથી સાંજ સુધી ચાલશે. જો મેચ પૂરી 50 ઓવરની રમાશે તો સાંજે 5:00 વાગ્યા સુધી ચાલી શકે છે.

વૈભવ સૂર્યવંશીની ફરી પરીક્ષા થશે

આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતના યુવા સ્ટાર ઓપનર વૈભવ સૂર્યવંશી ફ્લોપ સાબિત થયા હતા. શ્રીલંકા સામે તે માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ટી20 ક્રિકેટમાં ધમાકો કરનાર વૈભવ લાંબા ફોર્મેટમાં (વનડે) હજુ સંઘર્ષ કરી રહ્યા છે. અફઘાનિસ્તાન સામેની મેચ તેમના માટે કોઈ મોટી અગ્નિપરીક્ષાથી ઓછી નથી. આ મેચમાં બધાની નજર તેમના પ્રદર્શન પર રહેશે.

પ્રથમ મેચના હીરો: ગાયકવાડ અને તિલક વર્મા

સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમની કમાન તિલક વર્માના હાથમાં છે. પ્રથમ મેચમાં વાઇસ કેપ્ટન રુતુરાજ ગાયકવાડે શાનદાર સદી ફટકારી હતી. જ્યારે કેપ્ટન તિલક વર્માએ પણ શાનદાર અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી.

IND A vs AFG A ; ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ?

જો તમે આ મેચ લાઈવ જોવા માંગો છો, તો ખાસ નોંધ લેજો કે આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ પર પ્રસારિત નહીં થાય.

  • ટીવી પર: આ ટ્રાય-સિરીઝના પ્રસારણના રાઈટ્સ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. તમે સોની સ્પોર્ટ્સની ચેનલો પર મેચ લાઈવ જોઈ શકશો.

  • મોબાઈલ પર: જો તમે મોબાઈલ કે ટેબ્લેટ પર મેચ જોવા માંગો છો, તો તમારે Sony LIV એપ પર જવું પડશે. ત્યાં મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.

<

સંબંધિત પોસ્ટ્સ

નિકોલસ પૂરને પકડ્યું કૃણાલ પંડ્યાનું ગળું? વીડિયો વાયરલ થતા ખળભળાટ, જાણો શું છે સત્ય

praxpatel

કમનસીબ ડેબ્યૂ: મેચ વચ્ચે કન્કશન સબસ્ટિટ્યૂટ બન્યો અને પ્રથમ બોલે ‘ગોલ્ડન ડક’ પર આઉટ

praxpatel

IPL ફાઉન્ડર લલિત મોદી ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે: FEMA કેસમાં રાહત મળતાં કરી જાહેરાત

praxpatel