Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલ સામે ઈરાને રોક્યું આક્રમક અભિયાન પણ આપી મોટી ધમકી, ટ્રમ્પનું નિવેદન આવ્યું સામે

ઈઝરાયેલ સામે ઈરાને રોક્યું આક્રમક અભિયાન પણ આપી મોટી ધમકી, ટ્રમ્પનું નિવેદન આવ્યું સામે

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને ઈઝરાયેલ વિરુદ્ધ પોતાનું આક્રમક અભિયાન હાલ પૂરતું રોકી દીધું છે. ઈરાની સેનાના સંયુક્ત કમાન્ડ દ્વારા આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે. સેનાએ કહ્યું છે કે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે થયેલી ગોળીબારની ઘટનાઓ બાદ હવે અમે અમારા હુમલાઓ રોકી રહ્યા છીએ.

ઈરાને આપી કડક ચેતવણી

ઈરાને ભલે પોતાના હુમલા રોકી દીધા હોય, પરંતુ તેણે ઈઝરાયેલને ખુલ્લી ધમકી પણ આપી છે.

ઈરાનની સંયુક્ત કમાન્ડે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલ અથવા તેના સમર્થકો કોઈ નવી ઉશ્કેરણી કરશે તો પરિણામ ખરાબ આવશે. ખાસ કરીને દક્ષિણ લેબનોન સહિતના વિસ્તારોમાં જો ઈઝરાયેલ આક્રમકતા દાખવશે, તો પહેલા કરતા પણ વધુ કડક અને જડબાતોડ કાર્યવાહી કરવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી આ તંગદિલી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ નિવેદન સામે આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર એક પોસ્ટ કરીને લખ્યું છે:

  • “ઈઝરાયેલ અને ઈરાન એમ બંને પક્ષો હવે તાત્કાલિક યુદ્ધવિરામ (Ceasefire) ઈચ્છે છે!”

  • “શાંતિ માટેની અંતિમ વાટાઘાટો ચાલી રહી છે. બસ શરત એ છે કે કોઈ મૂર્ખામી કે અજ્ઞાનતા તેમાં અડચણ ઉભી ન કરે.”

  • “જ્યાં સુધી બંને વચ્ચે કોઈ અંતિમ કરાર ન થઈ જાય, ત્યાં સુધી નાકાબંધી સંપૂર્ણપણે લાગુ રહેશે.”

ટ્રમ્પે અંતમાં ઉમેર્યું હતું કે વસ્તુઓ હવે ખૂબ જ ઝડપથી આગળ વધશે અને શાંતિ સ્થપાશે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

દુનિયાના નંબર 1 નેતા બન્યા PM મોદી!

aminparmar

દુબઈમાં ભયાનક રોડ અકસ્માત: મિનીબસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 7ના મોત, અનેક ભારતીય શ્રમિકો સામેલ

praxpatel

પાકિસ્તાનમાં મોટો ફિદાયીન હુમલો: સૈનિકોથી ભરેલી ટ્રેનને બોમ્બથી ઉડાવી, 24ના મોત

praxpatel