Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! આગામી બે દિવસ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! આગામી બે દિવસ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે (IMD) રાજ્યના લોકોને લઈને એક મોટા સમાચાર આપ્યા છે. હવામાનમાં અચાનક મોટો પલટો આવવાની શક્યતા છે. આગામી 22 અને 23 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે વરસાદ

હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન મુજબ, વાતાવરણમાં ભેજ વધવાને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

  • નવસારી

  • વલસાડ

  • તાપી

  • ડાંગ

  • દમણ તેમજ દાદરા અને નગર હવેલી

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પલટો આવશે

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 22 મેથી વાતાવરણ બદલાશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ અમરેલી અને ગીર સોમનાથમાં 22 મેથી જ વરસાદી માહોલ જોવા મળી શકે છે. જ્યારે ભાવનગર જિલ્લામાં 23 મેના રોજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દીવમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

અમરેલી અને ભાવનગરમાં પણ હળવા વરસાદની આગાહી

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 22 મેથી વાતાવરણ પલટાશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ અમરેલી અને ગીર સોમનાથ માં 22 મેથી જ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ભાવનગર જિલ્લામાં 23 મેના રોજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દીવમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

જો કે, હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ વરસાદી માહોલ માત્ર ગણતરીના જિલ્લા પૂરતો જ સીમિત રહેશે. રાજ્યના બાકીના ભાગોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે અને લોકોને અકળાવનારી ગરમીનો સામનો કરવો પડશે.

સંબંધિત પોસ્ટ્સ

લેબેનોન પર હુમલા બંધ કરો, નહિતર તેલ અવીવ સુરક્ષિત નહીં રહે: ઈરાનની ઈઝરાયલને ખુલ્લી ધમકી

praxpatel

અમદાવાદ: નણંદના પ્રેમપ્રકરણ ની વાત કરતા પતિએ પિયરમાં જઈ આપ્યા ત્રિપલ તલાક, સાસરિયાએ માંગ્યું દહેજ

praxpatel

ઈરાનને મોટો આંચકો: હોર્મુઝની નાકાબંધી કરનાર કમાન્ડર અલીરેઝા તંગસીરીનું મોત

praxpatel