Gujarat Plus
Breaking News
ક્રાઇમ

નોઈડા દહેજ હત્યા કેસ: દીપિકા નાગરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, આંતરિક અંગો ફાટી ગયા હોવાનું સામે આવ્યું

નોઈડા દહેજ હત્યા કેસ: દીપિકા નાગર ના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, આંતરિક અંગો ફાટી ગયા હોવાનું સામે આવ્યું

ગ્રેટર નોઈડાના ચકચારી દહેજ ઉત્પીડન અને આત્મહત્યાના મામલામાં પીડિતા દીપિકા નાગર નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં દીપિકા પર ગુજારવામાં આવેલા અત્યંત ક્રૂર શારીરિક ત્રાસની ચોંકાવનારી વિગતો ખુલી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ક્રૂરતાની હદ પાર

ન્યૂઝ અહેવાલો અનુસાર, ૨૪ વર્ષીય દીપિકા નાગરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીર પર અસંખ્ય ગંભીર આંતરિક અને બાહ્ય ઇજાઓ જોવા મળી છે. રિપોર્ટ મુજબ, દીપિકાના ડાબા ઘૂંટણ પર હાડકા સુધી પહોંચી જાય તેવો ઊંડો ઘા હતો. આ ઉપરાંત તેના ડાબા કાનમાંથી લોહી વહી રહ્યું હતું અને કમર તેમજ પેટના નીચેના ભાગમાં ગંભીર ઇજાના નિશાન હતા.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેના શરીરની અંદર તપાસ કરતા મગજના મધ્ય અને ડાબા ભાગમાં લોહી ગંઠાઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ તેની બરોળ (Splen) ફાટી ગઈ હતી અને શરીરના વિવિધ આંતરિક ભાગોમાં ભારે રક્તસ્ત્રાવ (Internal Bleeding) થયો હતો.

વિસેરા અને નમૂનાઓ તપાસ માટે મોકલાયા

દીપિકાના શરીર પરના ઘા અને સોજા દર્શાવે છે કે તેને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવે તે પહેલાં તેની સાથે જોરદાર મારપીટ કરવામાં આવી હતી. ડોક્ટરોની બે સભ્યોની ટીમે આ પોસ્ટમોર્ટમ કર્યું હતું અને આખી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે.

શરીરમાં કોઈ ઝેરી પદાર્થ હાજર હતો કે નહીં તેની ખાતરી કરવા માટે તેના આંતરિક અંગોના નમૂના (Visera) લેબોરેટરીમાં ટોક્સિકોલોજી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.

દહેજમાં ₹1 કરોડ રોકડા અને ફોર્ચ્યુનર આપી હતી

દીપિકાના લગ્ન માત્ર ૧૪ મહિના પહેલા જ જલપુરા ગામના ઋતિક નામના યુવક સાથે થયા હતા. દીપિકાના પરિવારે લગ્ન સમયે ઋતિક અને તેના પરિવારને દહેજમાં એક મોંઘી ફોર્ચ્યુનર એસયુવી (Fortuner SUV) ગાડી અને ₹૧ કરોડ રોકડા આપ્યા હતા.

આટલું બધું આપવા છતાં પણ પતિ અને સાસરીયાઓની લાલચ ઓછી થઈ ન હતી. તેઓ વધુ દહેજની માંગણી સાથે દીપિકાને સતત પ્રતાડિત કરતા હતા. આ મામલે પરિવારે દીપિકાના પતિ અને સાસરીયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સંબંધિત પોસ્ટ્સ

ગોરખપુર: 3 દિવસથી બંધ દુકાનમાંથી મળી યુવતીની લાશ, 8 વર્ષથી સાથે રહેતો લિવ-ઈન પાર્ટનર ફરાર

praxpatel

‘તે વાત નથી કરતી, બેભાન છે’: લિવ-ઈનમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ બાદ ખુલ્યું રહસ્ય

praxpatel

ગુજરાત ATSએ 200 કિલોથી વધુ ડ્રગ્સના જથ્થા સાથે 2 ઈરાનીઓની પોરબંદરના દરિયેથી કરી અટકાયત

ANIL PATEL