Gujarat Plus
Breaking News
રાષ્ટ્રીય

પેટ્રોલમાં ઇથેનોલની જેમ હવે LPG માં ઉમેરાશે DME: પુણેની લેબમાં તૈયાર થઈ રહ્યો છે ‘દેશી કૂકિંગ ગેસ’

પેટ્રોલમાં ઇથેનોલની જેમ હવે LPG માં ઉમેરાશે DME: પુણેની લેબમાં તૈયાર થઈ રહ્યો છે 'દેશી કૂકિંગ ગેસ'

ભારતમાં કરોડો ઘરોમાં રસોઈ બનાવવા માટે એલપીજી (LPG) સિલિન્ડરનો ઉપયોગ થાય છે. પરંતુ આ ગેસ માટે ભારત મોટાપાયે વિદેશો પર નિર્ભર છે. આ દરમિયાન પુણેની ‘CSIR-નેશનલ કેમિકલ લેબોરેટરી’ (NCL) ના વૈજ્ઞાનિકો એક એવી સ્વદેશી ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે, જે LPG નો મોટો વિકલ્પ બની શકે છે. આ નવી ટેક્નોલોજીનું નામ છે ડાઇમેથાઇલ ઇથર (DME). તેને ભારતમાં જ ઉપલબ્ધ કોલસો, બાયોમાસ અને મિથેનોલમાંથી સરળતાથી તૈયાર કરી શકાય છે.

શરૂઆતમાં LPGમાં ૨૦ ટકા DME ભેળવવામાં આવશે

આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિક ડૉ. ટી. રાજાના જણાવ્યા અનુસાર, ડીએમઇ (DME) ને પ્રોપેન અને બ્યુટેન ગેસ સાથે સરળતાથી મિશ્ર કરી શકાય છે. શરૂઆતના તબક્કામાં ૨૦ ટકા ડીએમઇ અને ૮૦ ટકા એલપીજીના મિશ્રણનો ઉપયોગ કરવાની યોજના છે. રાહતની વાત એ છે કે આ મિશ્રણના કારણે સામાન્ય લોકોને પોતાના વર્તમાન ગેસ ચૂલા કે સિલિન્ડર બદલવાની કોઈ જરૂર નહીં પડે.

રસોડા ઉપરાંત, આ ગેસનો ઉપયોગ એલપીજીથી ચાલતી ઓટો રિક્ષામાં પણ ઇંધણ તરીકે કરી શકાશે.

દેશના આશરે ₹૩૪,૨૦૦ કરોડ બચશે

આ સ્વદેશી ટેક્નોલોજી અપનાવવાથી ભારતને આશરે ૪.૦૪ અબજ ડૉલર એટલે કે અંદાજે ૩૪,૨૦૦ કરોડ રૂપિયાની વિદેશી કટોકટી (ફોરેન કરન્સી) બચાવવામાં મોટી મદદ મળશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના સપ્લાય અને કિંમતો પર સતત દબાણ વધી રહ્યું છે, ત્યારે આ પગલું ખૂબ જ મહત્વનું સાબિત થશે.

કેવી રીતે બનાવવામાં આવે છે DME?

  • ટેક્નોલોજી: ‘કોલ ગેસિફિકેશન’ ટેક્નોલોજી દ્વારા પહેલા કોલસાને સિન્થેટિક ગેસમાં બદલવામાં આવે છે અને તેમાંથી ડીએમઇ તૈયાર થાય છે.

  • પર્યાવરણ ફ્રેન્ડલી: વૈજ્ઞાનિકોના મતે, ડીએમઇ સળગે છે ત્યારે પરંપરાગત ઇંધણની તુલનામાં ખૂબ જ ઓછું પ્રદૂષણ ફેલાવે છે, તેથી તેને ‘ક્લીન ફ્યુઅલ’ (સ્વચ્છ ઇંધણ) ગણવામાં આવે છે.

  • મંજૂરી: બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ભારતમાં ૨૦ ટકા ડીએમઇ-એલપીજી મિશ્રણના ધોરણોને મંજૂરી આપી દેવામાં આવી છે.

ચીન વૈશ્વિક ઉત્પાદનમાં સૌથી આગળ

દુનિયામાં ડીએમઇના ઉત્પાદનમાં અત્યારે ચીન સૌથી મોખરે છે. વિશ્વની કુલ ઉત્પાદન ક્ષમતાનો લગભગ ૯૦ ટકા હિસ્સો ચીન પાસે છે. આવા સમયે ભારત આ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે એક મોટું પગલું ભરી રહ્યું છે. પુણેની લેબોરેટરીના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવનારા વર્ષોમાં ડીએમઇ ભારતની ઊર્જા સુરક્ષા માટે ગેમ ચેન્જર સાબિત થશે.

સંબંધિત પોસ્ટ્સ

દિલ્હી સહિત 5 રાજ્યોમાં આજે ગાઢ ધુમ્મસ: યુપીના 6 જિલ્લામાં સ્કૂલો બંધ; બિહારમાં 8 ફ્લાઇટ રદ, બે જગ્યાએ વાહનો અથડાયા

Gujarat Plus

ડેથ સર્ટિફિકેટ માંગતા ભાઈ બહેનનું કંકાલ લઈને બેંક પહોંચ્યો, જાણો શું છે આખી ઘટના

praxpatel

ઈરાન યુદ્ધનું સંકટ: PM મોદીએ મુખ્યમંત્રીઓ સાથે યોજી બેઠક, ‘ટીમ ઈન્ડિયા’ મોડલ સાથે લડશે ભારત

praxpatel