વોશિંગ્ટન/દોહા: મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, યુએસ એરફોર્સનું એક KC-135 વિમાન ગુમ થઈ ગયું છે. વિમાન કતાર ઉપર ઉડાન ભરી રહ્યું હતું અને અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું. ફ્લાઇટ ટ્રેકિંગ પ્લેટફોર્મ ફ્લાઇટ રડાર 24 અનુસાર, વિમાને ઉડાન દરમિયાન ‘7700’ ડિસ્ટ્રેસ સિગ્નલ જારી કર્યો હતો, જે કટોકટીનો સંકેત આપે છે. KC-135 સ્ટ્રેટોટેન્કર વિમાનને ઉડતું ગેસ સ્ટેશન પણ કહેવામાં આવે છે કારણ કે તે હવામાં ફાઇટર જેટને ઇંધણ પૂરું પાડે છે. મિડિલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકી વાયુસેનાનું ‘ફ્લાઈંગ ગેસ સ્ટેશન’ ગણાતું KC-135 સ્ટ્રેટોટેન્કર વિમાન કતાર ના આકાશમાં ગુમ થયું છે. ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા મુજબ, વિમાને ગાયબ થતા પહેલા ખતરાનો સંકેત આપ્યો હતો.
ઘટનાની મહત્વની વિગતો
-
વિમાનનો પ્રકાર: KC-135 સ્ટ્રેટોટેન્કર (અમેરિકી વાયુસેના).
-
સ્થળ: કતાર ઉપર ઉડાન દરમિયાન.
-
ઈમરજન્સી કોડ: વિમાને ‘7700’ ડિસ્ટ્રેસ સિગ્નલ જાહેર કર્યો હતો.
-
છેલ્લું લોકેશન: સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અલ ધફરા એર બેઝ પરથી ઉડાન ભરી હતી.
શું છે સમગ્ર મામલો?
ફ્લાઈટ રડાર 24ના ડેટા અનુસાર, અમેરિકી વાયુસેનાનું આ વિમાન કતાર ઉપર ઉડી રહ્યું હતું ત્યારે અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાને ઈમરજન્સી સિગ્નલ આપ્યા બાદ લેન્ડિંગ માટે નીચે ઉતરવાનું શરૂ કર્યું, પરંતુ થોડી જ વારમાં તેનો સંપર્ક તૂટી ગયો હતો. ઈરાનની ન્યૂઝ એજન્સી ફાર્સે પણ આ વિમાન ગુમ થયાની પુષ્ટિ કરી છે.
KC-135 વિમાનનું મહત્વ
KC-135 સ્ટ્રેટોટેન્કર એ માત્ર સામાન્ય વિમાન નથી, પરંતુ તેને ‘ફ્લાઈંગ ગેસ સ્ટેશન’ કહેવામાં આવે છે.
-
તે હવામાં જ ફાઈટર જેટ અને બોમ્બર્સમાં ઈંધણ ભરવાનું કામ કરે છે.
-
તે હજારો કિલો સામાન અને સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે.
-
યુદ્ધ દરમિયાન મેડિકલ રેસ્ક્યુ મિશન માટે પણ તેનો ઉપયોગ થાય છે.
મિડિલ ઈસ્ટમાં ચિંતા વધી
આ ઘટના એવા સમયે બની છે જ્યારે મિડિલ ઈસ્ટમાં સ્થિતિ ગંભીર છે. જોકે, આ વિમાન કોઈ દુશ્મન દેશના હુમલાનો શિકાર બન્યું છે કે માત્ર ટેકનિકલ ખામી છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ આ વિમાનની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.
