Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

બંગાળ માં કમળ ખીલ્યું: માઇક્રો મેનેજમેન્ટથી લઈ પ્રવાસી બંગાળી કનેક્ટ સુધી, જાણો ભાજપની ઐતિહાસિક જીતના 10 મોટા કારણો

બંગાળ માં કમળ ખીલ્યું: માઇક્રો મેનેજમેન્ટથી લઈ પ્રવાસી બંગાળી કનેક્ટ સુધી, જાણો ભાજપની ઐતિહાસિક જીતના 10 મોટા કારણો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસના કિલ્લાને ધ્વસ્ત કરીને ઐતિહાસિક જીત નોંધાવી છે. આ રેકોર્ડ બ્રેક સફળતા પાછળ ભાજપનું વર્ષોનું માઇક્રો પ્લાનિંગ અને આક્રમક પ્રચાર જવાબદાર છે. પશ્ચિમ બંગાળમાં સતત ત્રણ વાર મુખ્યમંત્રી રહેલા મમતા બેનર્જીને પરાજય આપીને ભાજપે મોટો રાજકીય સંદેશ આપ્યો છે. ભાજપ એક વર્ષ પહેલાથી જ અહીં ચૂંટણી મોડમાં સક્રિય હતું.

1. યુવાનો અને રમતગમત સાથે જોડાણ

ભાજપે ‘નરેન્દ્ર કપ’ ફૂટબોલ ટુર્નામેન્ટ દ્વારા યુવાનો સાથે સીધો સંપર્ક સાધ્યો. જેમાં 1200 પુરુષ ટીમો અને 253 મહિલા ટીમોની ભાગીદારી જોવા મળી હતી.

2. મજબૂત બુથ મેનેજમેન્ટ ; પશ્ચિમ બંગાળ

  • પાર્ટીએ 70,671 બૂથો પર સમિતિઓ બનાવી.

  • લગભગ 8,76,765 કાર્યકર્તાઓની નિમણૂક કરીને મજબૂત નેટવર્ક તૈયાર કર્યું.

  • ‘ચુપ ચાપ કમલ છાપ’ અભિયાન દ્વારા બૂથ સ્તરે મતદાન વધારવાની રણનીતિ અપનાવી.

3. ‘ભરોસા કાર્ડ’ અને મહિલા વોટ બેંક

ભાજપે ભરોસા કાર્ડ અભિયાન દ્વારા 2 કરોડથી વધુ ફોર્મ ભરાવ્યા, જેમાં 1.6 કરોડ મહિલાઓનો સમાવેશ થતો હતો. આનાથી પાર્ટીએ એક મોટી મહિલા વોટ બેંક ઉભી કરવામાં સફળતા મેળવી.

4. પ્રવાસી બંગાળી કનેક્ટ

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં માત્ર સ્થાનિક નેતાઓ જ નહીં, પણ દેશના 21 રાજ્યોમાંથી આવેલા 9,498 પ્રવાસી બંગાળીઓ પ્રચારમાં જોડાયા હતા. આ કનેક્ટે બંગાળી અસ્મિતાના મુદ્દે ભાજપને મજબૂત કર્યું.

5. આક્રમક પ્રચાર અને ટોપ લીડરશિપ

  • વડાપ્રધાન મોદી: 19 રેલીઓ અને 2 રોડ શો કર્યા.

  • અમિત શાહ: 40 થી વધુ કાર્યક્રમો અને રાજ્ય સરકાર વિરુદ્ધ ચાર્જશીટ અભિયાન ચલાવ્યું.

  • અન્ય નેતાઓ: 9 મુખ્યમંત્રીઓની 101 સભાઓ યોજાઈ હતી.

6. સાંસ્કૃતિક અને સામાજિક સંપર્ક

  • ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે પદયાત્રા અને તિરંગા વિતરણના કાર્યક્રમોમાં 1 લાખથી વધુ લોકો જોડાયા.

  • પરિવર્તન યાત્રા દ્વારા 217 વિધાનસભા મતવિસ્તારોને આવરી લેવામાં આવ્યા.

7. અસરકારક સૂત્રો (Narratives)

ભાજપના સૂત્રોએ લોકોના મન જીત્યા:

  • “બાચતે ચાઈ બીજેપી તાઈ” (જીવવા માટે ભાજપ જોઈએ).

  • “ભય OUT, ભરોસા IN”.

  • “પલટાનો દરકાર, ચાઈ બીજેપી સરકાર”.

આ તમામ પરિબળો અને ગ્રાઉન્ડ લેવલની સખત મહેનતે મળીને પશ્ચિમ બંગાળમાં ભાજપની આ ઐતિહાસિક જીતનો પાયો નાખ્યો છે.


સંબંધિત પોસ્ટ્સ

“આ મહિલાઓ માટેનો કાયદો નથી, ચૂંટણી નકશો બદલવાનું કાવતરું છે”: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર

praxpatel

હાડકાં સુધી ઓગાળી નાખે તેવું ભયાનક હથિયાર: જાણો શું છે આ ‘સફેદ ફોસ્ફરસ’ બોમ્બ?

praxpatel

અમેરિકા પર હથિયારોની નિર્ભરતા ખતમ કરી શકે છે ઇઝરાયેલ! પીએમ નેતન્યાહૂએ કહ્યું- ‘બદલાવ જરૂરી છે’

praxpatel