Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

IPL 2026: વૈભવ સૂર્યવંશીની વિકેટ લઈ આક્રમક ઉજવણી કરવી કાયલ જેમિસનને ભારે પડી, BCCIએ લીધા કડક પગલાં

કાયલ જેમિસન

IPL 2026 સીઝનનો 43મો લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયો હતો, જેમાં દિલ્હીની ટીમ 7 વિકેટથી મેચ જીતવામાં સફળ રહી હતી. આ મેચ પછી, દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર કાયલ જેમિસનને IPL તરફથી ચેતવણી અને ઠપકો સહન કરવો પડ્યો હતો.  કાયલ જેમિસન  રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં બોલ સાથે શાનદાર શરૂઆત કરી હતી, જેમાં તેણે તેની પહેલી ઓવરના પાંચમા બોલ પર 15 વર્ષીય આક્રમક ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની વિકેટ લીધી હતી, જેમાં તેણે ખૂબ જ આક્રમક રીતે ઉજવણી કરી હતી, જેણે ચોક્કસપણે તે સમયે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલરને આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ ફટકાર; એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરાયો.

IPL 2026ની 43મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ સામસામે હતા. આ મેચમાં દિલ્હીએ 7 વિકેટે જીત મેળવી હતી, પરંતુ મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમિસનનું વર્તન ચર્ચાનો વિષય બન્યું હતું. 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની વિકેટ લીધા બાદ જેમિસને કરેલી આક્રમક ઉજવણી બદલ BCCIએ તેને કડક ફટકાર લગાવી છે.

શું હતી સમગ્ર ઘટના?

રાજસ્થાન રોયલ્સની ઈનિંગ દરમિયાન જેમિસનની ઓવરના પ્રથમ બોલ પર વૈભવે ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે, બીજા જ બોલ પર જેમિસને તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. વિકેટ લીધા બાદ જેમિસન ખૂબ જ આક્રમક થઈ ગયો હતો અને તેણે પેવેલિયન જઈ રહેલા વૈભવની પાસે જઈને જોરદાર હૂંકાર ભરી હતી. આ વ્યવહારને સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિરુદ્ધ ગણીને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

 

BCCI અને IPLની કડક કાર્યવાહી

  • લેવલ 1 નો ગુનો: કાયલ જેમિસનને આઈપીએલ આચાર સંહિતાના લેવલ 1 ના ઉલ્લંઘન માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે.

  • આર્ટિકલ 2.5: તે કલમ 2.5 હેઠળ દોષિત જણાયો છે, જે અન્ય ખેલાડીને ઉશ્કેરતા પ્રતિભાવ સાથે સંબંધિત છે.

  • સજા: મેચ રેફરી રાજીવ સેઠ દ્વારા જેમિસનને ફટકાર લગાવવામાં આવી છે અને તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે.

જેમિસને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, તેથી આ મામલે હવે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે નહીં. મેચની વાત કરીએ તો, જેમિસને 4 ઓવરમાં 48 રન આપીને માત્ર 1 જ વિકેટ ઝડપી હતી.

સંબંધિત પોસ્ટ્સ

CSK માં આકાશ મધવાલની એન્ટ્રી: ઈજાગ્રસ્ત આયુષ મ્હાત્રેની જગ્યા લેશે આ સ્પીડસ્ટર

praxpatel

IPL 2026: દિલ્હી કેપિટલ્સની શરમજનક હાર! 48 કલાકમાં ટીમનો ફિયાસ્કો, કેપ્ટન અક્ષર પટેલ સ્તબ્ધ

praxpatel

IPL 2026 Orange Cap: ઓરેન્જ કેપ ની રેસ બની રોમાંચક, આ 4 બેટ્સમેનોએ વટાવ્યો 400 રનનો આંકડો

praxpatel