Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

બાંગ્લાદેશની અમેરિકાને અપીલ: ‘ભારતની જેમ અમને પણ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા દો’

બાંગ્લાદેશની અમેરિકાને અપીલ: 'ભારતની જેમ અમને પણ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા દો'

બાંગ્લાદેશ હાલમાં ઇંધણની ભારે અછત અને વધતા ભાવોનો સામનો કરી રહ્યું છે. આ સંકટમાંથી બહાર આવવા માટે બાંગ્લાદેશે અમેરિકાને એક પત્ર લખ્યો છે. બાંગ્લાદેશે વિનંતી કરી છે કે રશિયા પરના પ્રતિબંધોમાં તેમને કામચલાઉ છૂટ આપવામાં આવે, જેથી તેઓ રશિયન તેલ  ડીઝલ ખરીદી શકે. બાંગ્લાદેશે આ છૂટની માગ કરતાં ભારતનો હવાલો આપ્યો છે અને કહ્યું કે, જે રીતે ભારતને રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની છૂટ આપવામાં આવી છે, તેવી જ રીતે અમને પણ છૂટ આપો. બાંગ્લાદેશ હાલમાં ઇંધણની ભારે અછત અને વધતા ભાવોનો સામનો કરી રહ્યું છે.

ભારતનો આપ્યો હવાલો

બાંગ્લાદેશે આ માગણી કરવા માટે ભારતનું ઉદાહરણ આપ્યું છે.

  • ઈરાન યુદ્ધને કારણે અમેરિકાએ ભારતને રશિયન ઓઇલ ખરીદવા 30 દિવસની છૂટ આપી છે.

  • બાંગ્લાદેશ પણ આવી જ વ્યવસ્થા ઈચ્છે છે.

  • બાંગ્લાદેશ આશરે 6 લાખ મેટ્રિક ટન રશિયન ડીઝલ આયાત કરવા માંગે છે.

  • આ જથ્થો તેમની બે મહિનાની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો છે.

95% તેલ જરૂરિયાત આયાત પર નિર્ભર

બાંગ્લાદેશની વસતી લગભગ 17.5 કરોડ છે. દેશની 95% ઊર્જા જરૂરિયાતો આયાત દ્વારા પૂરી થાય છે. વૈશ્વિક બજારમાં તેલના ભાવ વધતા સરકાર પર દબાણ વધ્યું છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સરકારે દેશમાં ઇંધણ રેશનિંગ (નિયંત્રિત વપરાશ) પણ લાગુ કરવું પડ્યું છે.

અન્ય દેશો સાથે પણ વાતચીત ચાલુ

બાંગ્લાદેશ માત્ર રશિયા જ નહીં, પણ ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, અંગોલા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પાસેથી પણ મદદ માંગી રહ્યું છે.

ભારતની નુમાલીગઢ રિફાઇનરી પાસેથી મદદ

સંકટના સમયે ભારત બાંગ્લાદેશની મદદે આવ્યું છે.

  • એપ્રિલ મહિનામાં બાંગ્લાદેશ ભારતની નુમાલીગઢ રિફાઇનરી પાસેથી 40,000 મેટ્રિક ટન ડીઝલ ખરીદશે.

  • આ આયાત માર્ચ મહિના કરતા બમણી છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવની અસર

અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (મહત્વનો દરિયાઈ માર્ગ) લગભગ બંધ કરી દીધો છે. આ માર્ગ બંધ થવાથી વૈશ્વિક તેલ સપ્લાય ખોરવાઈ રહ્યો છે. અત્યારે ઈરાન માત્ર ભારતના જહાજો જેવા ગણ્યા-ગાંઠ્યા દેશોને જ ત્યાંથી પસાર થવા દે છે.

સંબંધિત પોસ્ટ્સ

અજીબ ચોર: એક્ટિવામાં પેટ્રોલ પૂરું થાય એટલે રસ્તામાં છોડી દેતો, 14 ચોરીના ગુના ઉકેલાયા

praxpatel

ગુજરાતમાં ઈંધણની કટોકટી? અમદાવાદ સહિત અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર લાગી લાંબી લાઈનો, જાણો શું છે સાચું કારણ

praxpatel

દુનિયાના નંબર 1 નેતા બન્યા PM મોદી!

aminparmar